Viral Video: salman khan becomes cheer leader for katrina kaif
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: કેટરિનાનું નામ આવતાં જ હરખપદુડા સલમાનનો પ્રેમ ઉભરાયો, સફાળો ઉભો થઈ તાળીઓ પાડી

VIDEO: કેટરિનાનું નામ આવતાં જ હરખપદુડા સલમાનનો પ્રેમ ઉભરાયો, સફાળો ઉભો થઈ તાળીઓ પાડી

 | 12:55 pm IST

સલમાન ખાન અને કેટરિના એટલે બોલિવૂડના પ્રેમી પંખીડા તરીકે ઓળખાતા હીરો હીરોઈન.પરંતુ જ્યારે પ્રેમની વાત આવે ત્યારે તે એકદમ પર્સનલ થઈ જાય છે અને કોઈ ખુલાસો કરતો નથી. એ જ રીતે કેટરિનાનું રિએક્સ પણ કંઈક એવું જ હોય છે.

પરંતુ જ્યારે વાત આવે કેટરિનાની તો સલમાન ખાન એના માટે કંઈ પણ કરવા માટે તૈયાર જ હોય. આમ જોવા મળતું હોય કે સલમાન ખાન ખુબ ઓછા લોકોના વખાણ કરતો જોવા મળે છે. પરંતુ બુધવારે મુંબઈમાં એક અલગ જ નજારો જોવા મળ્યો હતો.

IIFA Awardsમાં જ્યારે કેટરિનાનું પરફોર્મન્સ આવ્યું તો સલમાની દિવાનગી ઉભરાઈને બહાર આવી ગઈ. જેવું જ કેટરિનાનું નામ લેવામા આવે કે તરત જ સલમાન સફાળો જગ્યા પરથી ઉભો થઈ જાય છે અને તાળીઓ પાડવા લાગે છે. ત્યારબાદ કેટરિના પણ ધમાકેદાર પરફોર્મન્સ આપે છે .

એક ઇન્ટરવ્યૂમાં કેટરિનાએ કહ્યું હતું કે સલમાન ખાન સાથેની તેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી હકીકત જીવનમાં નથી. સલમાન ખાનની પ્રશંસા કરતી વખતે કેટરીનાએ કહ્યું કે સલમાને મારી દરેક રીતે મદદ કરી છે. મિત્ર હોવાને કારણે તેણે ખરેખર મને સારૂ પીઠબળ આપ્યું છે. મારા જીવનમાં કેટલાક સમય એવા પણ હતા જ્યારે જીવનમાં ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન