Video: સલમાનને ડોકટરે આપ્યો વિચિત્ર ચેલેન્જ, શું એક્સેપ્ટ કરશે દબંગ ખાન !!! - Sandesh
NIFTY 10,878.00 +35.15  |  SENSEX 35,827.77 +135.25  |  USD 67.6000 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Video: સલમાનને ડોકટરે આપ્યો વિચિત્ર ચેલેન્જ, શું એક્સેપ્ટ કરશે દબંગ ખાન !!!

Video: સલમાનને ડોકટરે આપ્યો વિચિત્ર ચેલેન્જ, શું એક્સેપ્ટ કરશે દબંગ ખાન !!!

 | 12:02 pm IST

ભારત સરકારના એક સર્વે અનુસાર ભોપાલ દેશ સૌથી વધુ સ્વચ્છ શહેરોમાનું એક છે. આ ખરેખર શહેરમાં રહેતા નાગરીકો દ્વારા સફાઈમાં કરવામાં આવેલા યોગદાનથી સંભવ થઇ શકે છે.

ભોપાલના ડોક્ટર અભિનીત ગુપ્તાએ શહેરમાં સ્વચ્છતા રાખવી અને લોકોને જાગૃત કરવાની એક અલગ માર્ગ શોધી કાઢ્યો છે. તેઓ શહેરમાં પોતાની મોંઘી ગાડીઓ સાથે કચરા પોટલી બાંધીને ફરતા જોવા મળ્યા છે. આટલું જ નહીં તેમણે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને પણ આવું કરવાનો ચેલેન્જ આપ્યો છે.

ડો. ગુપ્તાને આ ગાડી તેમના માતા-પિતાએ ગીફ્ટમાં આપી હતી કારણ કે તેઓ આ અભિયાનને આગળ વધારી શકે. ડોક્ટર ગુપ્તાએ ક્રિકેટર વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની સિવાય એક્ટર રણવીર સિંહ, રણબીર કપૂર અને સલમાન ખાનને પણ આવી રીતે કરવાનું કહ્યું હતું. ડો. ગુપ્તાએ કહ્યું- શું આપડે આને એક ચેતવણીની રીતે લઇ શકીએ.

સુપરસ્ટાર સલમાન ખાન ટૂંક સમયમાં રેસ-3માં જોવા મળશે. રેમો ડી’સોઝાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અનિલ કપૂર, જૈક્લીન ફર્નાડીસ, બોબી દેઓલ અને ડેઝી શાહ પણ જોવા મળશે. ફિલ્મ સાથે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’નું ટીઝર વિડીયો પણ રિલીઝ કરવામાં આવશે.