salman khan clearing actor faraaz khan medical bills kashmera thanks
  • Home
  • Entertainment
  • Bollywood
  • જીવન-મરણ વચ્ચે લડતાં આ અભિનેતાની પડખે આવ્યો સલમાન, બધા જ બિલ ચૂકવી દીધા!

જીવન-મરણ વચ્ચે લડતાં આ અભિનેતાની પડખે આવ્યો સલમાન, બધા જ બિલ ચૂકવી દીધા!

 | 5:06 pm IST

બોલિવૂડનો પૂર્વ અભિનેતા ફરાઝ ખાન બેંગલુરુની એક હોસ્પિટલમાં જીવન અને મોત વચ્ચેની લડાઈ લડી રહ્યો છે. તેની હાલત હાલમાં ખુબ જ નાજુક છે. ફરાઝને બ્રેન ઈનફેક્શન અને ન્યુમોનિયા થયો છે. ત્યારે હવે અભિનેતા સલમાન ખાન ફરાઝની મદદ માટે આગળ આવ્યો છે. તેણે ફરાઝના તમામ મેડિકલ બિલ ચૂકવી દીધા છે. અભિનેત્રી અને કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહે આ માહિતી શેર કરી છે.

કશ્મીરા શાહે તેની પોસ્ટમાં લખ્યું છે કે, તમે ખરેખર મહાન માણસ છો સલમાન ખાન. ફરાઝ ખાનની દેખરેખ રાખવા રાખવા બદલ અને તેના મેડિકલ બિલની ચૂકવણી બદલ આભાર. અભિનેતા ફરાઝ ખાનની હાલત ગંભીર છે. અને સલમાન ખાન તેમની સાથે ઉભો છે. જેવી રીતે સલમાન બીજાને મદદ કરે છે તેવી જ રીતે તે ફરાઝની પણ મદદ કરે છે. હું તેની સાચી ફેન છું અને હંમેશા રહીશ. જો લોકોને આ પોસ્ટ પસંદ નથી, તો મને કોઈ ફરક નથી પડતો. તમારી પાસે મને અનફોલો કરવાનો ઓપ્શન છે. મને આવું લાગે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને મળેલા બધા લોકોમાંથી સલમાન સૌથી સાચો વ્યક્તિ છે.

પૂજા ભટ્ટે પણ આ અભિનેતા વિશે આ પહેલાં પોસ્ટ કરીને મદદ માંગી હતી. તેણે પોસ્ટ કરીને લખ્યું હતું કે, પ્લીઝ બની શકે એટલી આ પોસ્ટને શેર કરો, હું પણ કરી રહી છું. જો આપમાંથી કોઈ મદદ કરી શકે તો ખુબ આભારી રહીશ. ફરાજને લગતી બાકીની માહિતી પૂજાએ શેર કરેલા ફંડરેજરમાં આપવામાં આવી છે. આ ફંડ રેઝર ફરાજના પરિવાર દ્વારા શરૂ કરાયું છે. તે કહે છે, “ફરાઝ લગભગ એક વર્ષથી છાતીમાં કફ અને ચેપ સામે લડી રહ્યો છે. હાલમાં જ્યારે સ્થિતિ વધુ વણસી ત્યારે ડોક્ટરે તેમને ભર્તી થવાની સલાહ આપી છે.

ફરાઝ ખાન બોલિવૂડના દિગ્ગજ અભિનેતા યુસુફ ખાનનો દિકરો છે. 90ના દશકમાં ફરાઝે કમાલની હિન્દી ફિલ્મો આપી છે. ફરાઝની ફિલ્મોની વાત કરીએ તો ફરેબ, પૃથ્વી, લવ સ્ટોરી 98, મહેંદી, દુલ્હન બનું મે તેરી જેવી અનેક ફિલ્મોમા કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન