આનંદ મહિન્દ્રાએ કરી સલમાન ખાનની બોડી વિષે મજાક, જાણો શું કહ્યું - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • આનંદ મહિન્દ્રાએ કરી સલમાન ખાનની બોડી વિષે મજાક, જાણો શું કહ્યું

આનંદ મહિન્દ્રાએ કરી સલમાન ખાનની બોડી વિષે મજાક, જાણો શું કહ્યું

 | 2:04 pm IST

સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’એ બોક્સ ઓફિસ પર ઘૂમ મચાવી રહી છે. રિલીઝના આટલા દિવસો બાદ પણ ફિલ્મ જોનારાઓની ભીડ હજુ પણ થિયેટરોમાં જોવા મળી રહી છે. ફિલ્મમાં સલમાન રો એજન્ટની ભૂમિકામાં છે.

પોતાના આ રોલ પર જ તાજેતરમાં સલમાને ખુલીને વાત કરી. સલમાનને જ્યારે તેની ફિટનેસ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ‘મારી બોડી એક ડીઝલ એન્જિન જેવું છે, એક વખત ગરમ થઈ ગઈ તો ચાલતી રહેશે.’

સોશયલ મીડિયા પર તેનું આ સ્ટેટમેન્ટ ખૂબ વાઈરલ થયું અને તેના પર મીઠી મજાક મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કરી. તેમણે લખ્યું કે, ‘જો એવી વાત છે તો પછી ચિત્તા (એક્સયુવી) જિંદા હૈ હોવું જોઈએ.’

ઉલ્લેખનીય છે કે, ચિત્તાથી આનંદ મહિન્દ્રાનો મતલબ XUV500થી હતો. મહિન્દ્રાએ XUVનું બ્રાન્ડિંગ હંમેશા ચિત્તા તરીકે જ કર્યું છે. લોકોને મહિન્દ્રાનો આ અંદાજ ઘણો પસંદ આવ્યો.