સલમાન ખાને દા-બંગ ટૂર ટુ નેપાલ રદ કરી  - Sandesh

સલમાન ખાને દા-બંગ ટૂર ટુ નેપાલ રદ કરી 

 | 1:44 am IST

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને પોતાનો મ્યુઝિક કોન્સર્ટ દા-બંગ ટૂર ટુ નેપાલ રદ કર્યો હોવાના અહેવાલ છે. દસમી માર્ચે નેપાળમાં યોજાનારા આ ટૂરનું પ્રમોશન અભિનેતાએ ખૂબ જ જોરશોરથી સોશિયલ મીડિયા પર શરૂ કર્યું હતું. સુરક્ષાના કારણોસર આ કાર્યક્રમને રદ કરાયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. નેત્રા બિક્રમ ચંદ બિપ્લવના નેતૃત્વવાળી ટીમથી જાનનું જોખમ હોવાને પગલે કાર્યક્રમનું આયોજન રદ કરાયુ છે. કાઠમંડુના ટૂંડીખેલમાં થનારા આ શોમાં સલમાન ખાન સાથે સોનાક્ષી સિન્હા, ક્રીતિ સેનોન, પ્રભુદેવા, ડેઇઝી શાહ, મિત બ્રધર્સ અને મનીષ પોલ સામેલ થવાનો હતો. આયોજકોએ કાઠમંડુમાં ૧૯ ફેબ્રુઆરીએ દા-બંગ ટૂરની જાહેરાત કરી હતી. ત્યારબાદ આ ટૂરનો વિરોધ નેપાળમાં સત્તારૂઢ સીપીએન-માઓવાદી સેન્ટરથી વિખૂટા પડેલા બિક્રમચંદ બિપ્લવના કાર્યકર્તાઓએ શરૂ કર્યો હતો. બિપ્લવના કાર્યકર્તાઓએ આ ટૂરને સાંસ્કૃતિક વારસાને જોખમ કરનારું ગણાવી ટૂર રદ કરવાની ઉગ્ર માગ કરી હતી અને ત્યારબાદ આ કાર્યક્રમને કેન્સલ કરી દેવાયો છે.