salman khan do not like vicky kaushal reason katrina kaif
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડના સૌથી હિટ હીરો સાથે સલમાને કર્યા અબોલા, ફરીથી સૂડી વચ્ચે સોપારી બની કેટરિના

બોલિવૂડના સૌથી હિટ હીરો સાથે સલમાને કર્યા અબોલા, ફરીથી સૂડી વચ્ચે સોપારી બની કેટરિના

 | 5:21 pm IST

બોલિવૂડમાં સલમાનના દોસ્તો તો છે જ. પરંતુ તેના દુશ્મનો પણ ઘણા છે. હાલમાં દુશ્મોનામાં એક અભિનેતાનો ઉમેરો થયો છે. એ પણ કેટરિનાના કારણે. સલમાનની આદત પ્રમાણે તે એકવાર દુશ્મન બનાવ્યા બાદ કોઈને માફ નથી કરતો. આ વખતે શું થાય એ જોવાનું રહ્યું. આ નામ એટલે કે વિક્કી કૌશલ. વિક્કીનો વાંક માત્ર એટલો જ કે તેણે કેટરિના સાથે દોસ્તી કરી લીધી.

આ એ જ વિક્કી છે કે જેણે કેટલાક સમય પહેલા સલમાન સામે મજાક મજાકમાં કેટરિનાની વાત જાહેર કરી હતી. સામે બેઠેલો સલમાન આ બધું જોઈ રહ્યો હતો. વિક્કી ઝડપથી નામ કમાતો બોલિવૂડ અભિનેતા છે. આવનાર સમયમાં તે સુપરસ્ટાર બનશે એવું કહેવાય રહ્યું છે. પરંતુ કેટલાક સમયથી વિક્કી ફિલ્મો કરતાં વધારે કેટરિનાને લઈ ચર્ચાઈ રહ્યો છે. બન્નેની દોસ્તી પણ જગજાહેર છે.

વિક્કી અને કેટરિના એકબીજાની ખુબ નજીક આવી રહ્યા છે. થિયેટરમાં અને અવાર નવાર નવા નવા પ્રોગ્રામમાં પણ તે સાથે જોવા મળતા રહે છે. ત્યારે ફરી એકવાર સલમાનને ઝાટકો આપીને કેટરિના વિક્કી પાસે જતી રહી છે. વિક્કી અને કેટરિનાની ખબરો સાંભળીને સલમાને વિક્કીને તેની ગુડ બુકની બહાર કરી નાંખ્યો છે. જો કે કેટરિનાના કારણે સલમાન નારાજ થયો હોય એવો વિક્કી પહેલો હીરો નથી. આ પહેલા રણબીર કપૂર પણ આ રીતે નિશાનામાં આવી ચૂક્યો છે.

આ વીડિયો પણ જુઓ: વડોદરાનો ગુમ થયેલ પરિવારના 5 વ્યક્તિના મૃતદેહ મળ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન