salman khan enjoys nature beauty and shera shares his maalik video
  • Home
  • Featured
  • પ્રકૃત્તિની મજા માણી રહ્યો છે સલમાન ખાન, શેરાએ શેર કર્યો વીડિયો

પ્રકૃત્તિની મજા માણી રહ્યો છે સલમાન ખાન, શેરાએ શેર કર્યો વીડિયો

 | 11:48 am IST

સલમાન ખાન હાલમાં તેના પનવેલ ફાર્મહાઉસમાં છે અને અહીં લોકડાઉનમાં મોટાભાગનો સમય વિતાવ્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતો સલમાન ખાન અવારનવાર તેના ચાહકો માટે ફોટા અને વીડિયો શેર કરે છે. હવે તેના બોડીગાર્ડ શેરાએ એક વીડિયો શેર કર્યો છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ શુક્રવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે સલમાન ખાન સાથે મોસમની મજા લઇ રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં શેરાએ લખ્યું, ‘હું લીજેન્ડને ફોલો કરી રહ્યો છું … મારા માલિક સલમાન ખાન.’

કોરોના વાયરસને કારણે ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ મુલતવી રહ્યુ છે. સલમાન ખાનની આગામી ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ આ વર્ષે ઈદ પર રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે તે મુલતવી રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં દિશા પટ્ટણી, જેકી શ્રોફ અને રણદીપ હૂડા પણ મુખ્ય ભૂમિકામાં છે. તો અત્યારે તો સલમાન ખાનનો આ વીડિયો માણો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન