NIFTY 10,214.75 +96.70  |  SENSEX 33,106.82 +346.38  |  USD 65.2750 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Viral Photo: સલમાન ખાનનાં ફેન્સે ચાલતી કારમાં લીધી SELFIE

Viral Photo: સલમાન ખાનનાં ફેન્સે ચાલતી કારમાં લીધી SELFIE

 | 12:05 pm IST

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન IIFA 2017 માં આકર્ષણનું કેન્દ્ર છે. ન્યૂયોર્કથી મેટલાઇફ સ્ટેડિયમમાં આવેલા લોકોમાં સલમાન ખાન સાથે સેલ્ફી લેવામાં ખુબ જ ક્રેઝ હતો. ઘણા લોકોએ સલમાનની કારનો પીછો કર્યો તો કેટલાક લોકોએ તો રસ્તા પર જ અભિનેતા સાથે સેલ્ફી લેવાની કોશિશ કરી હતી.

આ કોશિશમાં કેટલાક લોકોને સફળતા મળી કેટલાક અસફળ રહ્યા. પરંતુ સફળતા મેળવનારા લોકોમાં એક નામ છે અનાઘા ફાલ્ગુનનું. અનાઘાએ ચાલતી કારમાં સલમાન ખાન સાથે સેલ્ફી લીધી અને આ સેલ્ફીને તેને ટ્વિટર પર શેર પણ કરી છે. અનાઘાએ માત્ર સલમાન ખાન સાથે જ નહી પરંતુ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી સાથે પણ સેલ્ફી લીધી અને તેને પણ શેર કરી છે.

તમને જણાવી દઇએ કે, આઇફાની પ્રેસ કોન્ફરન્સથી લઇ આઇફા એવોર્ડ નાઇટ સુધી સલમાન ખાનનો જાદૂ સતત કાયમ રહ્યો છે. સલમાને પોતાના ફેન્સની માંગ પર તેમના માટે આઇફાના મંચ પર ગીત પણ ગાયુ હતું. સલમાને જ્યારે ફિલ્મ ‘હીરો’નું સોંગ ‘મેં હૂં હીરો તેરા’ ગીત ગાયુ ત્યારે મંમગ્ર ગોલ તાલીઓનાં ગળગળાટથી ગુંજી ઉઠ્યો હતો. તેના આ વીડિયોને એક્ટર રિતેષ દેષમુખે પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે જે હવે ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહ્યો છે.