salman khan film radhe shoot in goa in trouble after video viral
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલમાનનાં ફોન છીનવવાના વર્તન પર રાજકારણીઓ લાલઘૂમ, કરી ગોવામાં BANની માંગણી!

સલમાનનાં ફોન છીનવવાના વર્તન પર રાજકારણીઓ લાલઘૂમ, કરી ગોવામાં BANની માંગણી!

 | 1:01 pm IST

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનનો એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમા ફેન સાથે તેનું વાહિયાત વર્તન બતાવવામાં આવ્યું છે. હવે એક અઘરો વિવાદ સામે આવ્યો છે. NSUIએ ગોવામાં સલમાનની એન્ટ્રી પર બેન લગાવવા માંગ કરી છે. જ્યાં સુધી સલમાન ખાન જાહેરમાં આ યુવકની માફી ન માગે ત્યાં સુધી તેને બેન કરવામાં આવે.

એનએસયુઆઈ પ્રમુખ અહરાજ મુલ્લાએ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને એક પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું- ‘મારી વિનંતી છે કે તમારી સત્તામાં કૃપા કરીને આ મામલાને ગંભીરતાથી જુઓ. અભિનેતા પાસેથી ક્ષમાની માંગ કરો. કારણ કે તેણે જે કર્યું એ ચાહકનું જાહેરમાં અપમાન છે. આવા નબળા રેકોર્ડવાળા હિંસક કલાકારોને ગોવામાં આવવા દેવા જોઈએ નહીં.

NSUI સિવાય પૂર્વ સાંસદ અને ગોવાના ભાજપ સચિવ નરેન્દ્ર સાવઈકરે સલમાન ખાનની વર્તણૂકને ખોટી ગણાવી હતી. તેણે સલમાન ખાનનો વીડિયો પણ ટ્વીટ કર્યો છે. વીડિયો પોસ્ટ કરતા તેમણે લખ્યું- સેલિબ્રિટી તરીકે લોકો અને ફેન્સ જાહેરમાં તમારી સાથે સેલ્ફી તો લેશે. તમારું વલણ અને વર્તન ખૂબ જ ખેદજનક છે. તમારે આ માટે માફી માંગવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન રાધે ફિલ્મના શુટિંગ માટે ગોવા ગયો છે. જો એનએસયુઆઈની માંગને ધ્યાનમાં રાખીને સલમાન ખાનને ગોવામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો તેની ફિલ્મ રાધેનું શૂટિંગ મુશ્કેલીમાં મુકાશે. સલમાન ખાનનો વીડિયો મંગળવારે ગોવા એરપોર્ટનો છે. વીડિયોમાં સલમાન ફેન્સનો મોબાઈલ છીનતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ છે કે, ગુસ્સામાં સલમાન ખાન ફેન્સના હાથમાંથી મોબાઇલ ફોન છીનવી લે છે.

આ વીડિયો પણ જુઓ: સુરતના લીંબાયત વિસ્તારમાં પથ્થરમારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન