જેલમાંથી નીકળ્યા પછી સલમાનનું પ્રથમ શૂટ, આ અંદાજમાં જોવા મળ્યો 'રેસ-3'નાં સેટ પર - Sandesh
  • Home
  • Photo Gallery
  • જેલમાંથી નીકળ્યા પછી સલમાનનું પ્રથમ શૂટ, આ અંદાજમાં જોવા મળ્યો ‘રેસ-3’નાં સેટ પર

જેલમાંથી નીકળ્યા પછી સલમાનનું પ્રથમ શૂટ, આ અંદાજમાં જોવા મળ્યો ‘રેસ-3’નાં સેટ પર

 | 1:33 pm IST

કાળા હરણ શિકાર મામલે જોધપુર જેલથી જામીન પર છૂટેલો સલમાન ખાન હવે ફિલ્મ ‘રેસ-3’નાં શૂટિંગ માટે પરત ફર્યો છે. સલમાન ખાન મુંબઇમાં ‘રેસ-3’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. ‘રેસ-3’નાં સેટ પર પહોંચેલા સલમાન ખાનની કેટલીક તસવીરો સામે આવી છે. આ શૂટિંગનાં શેડ્યુલમાં સલમાન ખાનની સાથે જૈકલીન ફર્નાન્ડિઝ અને ડેઝી શાહ પણ જોવા મળ્યા હતા. સલમાન ખાન શૉર્ટ્સ અને ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. જેલમાંથી નિકળ્યા પછી સલમાનની શૂટિંગની આ પ્રથમ તસવીર છે.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાનને વિદેશ જવાની પરવાનગી ના હોવાથી વિદેશમાં શૂટિંગ રદ કરવામાં આવ્યું છે. તેનું મોટાભાગનું શૂટિંગ ભારતમાં જ થશે. ફિલ્મ 15 જૂન 2018નાં રોજ રિલીઝ થશે.