Salman Khan First Time Opened Up About Priyanka and Bharat Verdict
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘ભારત’ ફિલ્મ છોડવા પર પ્રિયંકાને લઇને પ્રથમવાર બોલ્યો સલમાન, કર્યો જોરદાર કટાક્ષ

‘ભારત’ ફિલ્મ છોડવા પર પ્રિયંકાને લઇને પ્રથમવાર બોલ્યો સલમાન, કર્યો જોરદાર કટાક્ષ

 | 11:22 am IST

સલમાન ખાન અને નિર્દેશક અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ‘ભારત’થી પ્રિયંકા ચોપરા ખસી જતા આ ફિલ્મથી તેના દૂર થવાના ઘણા કારણો સામે આવ્યા હતા. જો કે સલમાને હવે આ ફિલ્મમાં હીરોઇનની ચોઇસને લઇને મોટો ખુલાસો કર્યો છે. જ્યાં પ્રિયંકા દ્વારા આ ફિલ્મ છોડતા કેટરીના કૈફને આ ફિલ્મ માટે બીજી પસંદ માનવામાં આવતી હતી ત્યાં સલમાન ખાને ખુલાસો કર્યો કે કેટરીના નહી, પરંતુ પ્રિયંકા ચોપરા આ ફિલ્મની બીજી પસંદ હતી. સલમાન ખાને એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

‘ભારત’ ફિલ્મમાં હવે સલમાન ખાન સાથે કેટરીના કૈફ જોવા મળશે. જો કે સલમાન ખાને ખુલાસો કર્યો છે કે ફિલ્મનાં પ્રોડ્યુસર અને સલમાન ખાનનાં જીજા અતુલ અગ્નિહોત્રીની પહેલી પસંદ હંમેશાથી કેટરીના જ હતી. સલમાને એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા દ્વારા ફિલ્મ છોડવામાં આવતા કટાક્ષ કરતા કહ્યું કે, “આ પ્રિયંકાની સારી વાત હતી કે તેણે શૂટ શરૂ થતા પહેલાનાં 5 દિવસ પહેલા જ ટીમને ફિલ્મ છોડવાની જાણકારી આપી હતી.”

વધુમાં સલમાને કહ્યું કે, “હું ખુશ છું કે કેટરીના કૈફ હવે ભારત ફિલ્મનો ભાગ છે, કેમ કે પ્રોડ્યુસર અતુલ અગ્નિહોત્રીની પહેલી પસંદ તે પ્રથમ પસંદ હતી.” વાત આટલા સુધી ના અટકતા સલમાને પ્રિયંકાને સગાઈ અને આગામી સમય માટે શુભકામનાઓ આપી હતી.