Salman Khan First Time Spoke Over Title Controversy of Loveratri
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘લવરાત્રિ’ પર કૉર્ટમાં નોંધાયો કેસ, સલમાન ખાને પ્રથમવાર આપ્યું આ નિવેદન

‘લવરાત્રિ’ પર કૉર્ટમાં નોંધાયો કેસ, સલમાન ખાને પ્રથમવાર આપ્યું આ નિવેદન

 | 10:47 am IST

ફિલ્મ ‘લવરાત્રિ’ હવે રીલીઝ થવાની નજીકમાં છે ત્યારે તેની સામે વિરોધ પણ વધતો જઈ રહ્યો છે. ફિલ્મનાં ટાઇટલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિંદૂ સંગઠનોએ ફિલ્મનાં ટાઇટલ સામે વાંધો ઉઠાવતા હવે બિહાર કૉર્ટમાં આને લઇને ફરિયાદ નોંધાવી છે. એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને ‘લવરાત્રિ’નાં ટાઇટલ કન્ટ્રોવર્સી પર પ્રથમવાર નિવેદન આપ્યું છે.

સલમાન ખાનનું કહેવું છે કે, “ફિલ્મ કોઇપણ સંસ્કૃતિનાં લોકોની ભાવનાને ઠેંસ પહોંચાડતી નથી. કેટલીક સંસ્થાઓએ ફિલ્મનાં ટાઇટલ સામે વાંધો ઉઠાવ્યો છે. લવરાત્રિ હિંદૂ તહેવાર નવરાત્રિનું અપમાન નથી કરતુ. કેટલાક લોકો, મને નથી ખબર તેઓ કોણ છે, તેમને ફિલ્મનાં ટાઇટલથી વાંધો છે. આ એક સુંદર ટાઇટલ છે.”

સલમાન ખાને કહ્યું કે, “પ્રેમથી વધારે સુંદર બીજુ કંઇ જ નથી. આ કારણે તેનું નામ લવરાત્રિ રાખવામાં આવ્યું છે. આ કોઇ જ સંસ્કૃતિનું અપમાન નથી. આપણા પીએમ આ સંસ્કૃતિમાંથી છે. જ્યારે પણ કોઇ રોલ કરવામાં આવે છે તેને સમ્માનથી નિભાવવામાં આવે છે. અમે ફિલ્મને નવરાત્રિનાં બૈકડ્રોપમાં બનાવી છે. ફેસ્ટિવલ સીઝનનું સંગીત, કલર, ફન, લવ સેલિબ્રેટ કરવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે. અમારે આવી કોઈ જ પબ્લિસિટી નથી જોઇતી. ફિલ્મ રીલીઝ પછી લોકોને ખબર પડશે કે આવું કંઇ નથી.” ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સલમાન ખાને પ્રોડ્યુસ કરી છે અને અભિરાજ મીનાવાલાએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મથી આયુષ શર્મા અને વરીના હુસૈન બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે.