રાતનાં 2 વાગ્યે સલમાન ખાને કરી બેક ફ્લિપ, ફિટનેસ વિડીયો વાયરલ - Sandesh
NIFTY 10,942.80 -76.10  |  SENSEX 36,365.39 +-176.24  |  USD 68.6400 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાતનાં 2 વાગ્યે સલમાન ખાને કરી બેક ફ્લિપ, ફિટનેસ વિડીયો વાયરલ

રાતનાં 2 વાગ્યે સલમાન ખાને કરી બેક ફ્લિપ, ફિટનેસ વિડીયો વાયરલ

 | 3:03 pm IST

જેલમાંથી જામીન મળ્યા પછી સલમાન ખાન ‘રેસ-3’ ફિલ્મનાં છેલ્લા શૂટિંગમાં વ્યસ્ત થઇ ગયો છે. ત્યારબાદ સલમાન ખાન અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મ ‘ભારત’નાં શૂટિંગમાં પણ વ્યસ્ત રહેશે. અલી અબ્બાસની આ ફિલ્મની શૂટિંગ બહુજ જલદી શરૂ થશે. ડાયરેક્ટરે રવિવારે સલમાનનો એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયો સલમાનનો એક જુનો વિડીયો છે. જેને ફિલ્મ ‘સુલ્તાન’ સમયે શૂટ કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં સલમાનને બેક ફ્લિપ મૂવ કરતો જોઇ શકાય છે. તે 2 લોકોની મદદથી આ મુશ્કેલ ફિટનેસ મૂવ કરતો નજર આવી રહ્યો છે. ડાયરેક્ટરે ટ્વિટમાં લખ્યું, ‘દેખો ભાઇ(સલમાન ખાન) મને સુલ્તાન મૂવીનાં ટ્રેનિંગ સેશન વિડીયોઝમાંથી સવારનાં 2 વાગ્યે બેક ફ્લિપ કરતો વિડીયો મળ્યો.’

‘સુલ્તાન’ ફિલ્મમાં સલમાન ખાનની ફિટનેસ ઘણી ચર્ચામાં રહી હતી. ‘સુલ્તાન’ ફિલ્મ પછી એકવાર ફરી સલમાન ખાન અલી અબ્બાસ ઝફર સાથે જોવા મળશે. ‘ભારત’ ફિલ્મની શૂટિંગને લઇને ડાયરેક્ટરે એક નવું ટ્વિટ પણ કર્યું છે. તેણે જાણકારી આપી છે કે આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન શરૂ થઇ ચુક્યું છે. ‘ભારત’ ફિલ્મમાં હીરોઇન તરીકે કરીના કપૂર ખાન અને પ્રિયંકા ચોપરાનું નામ ચર્ચામાં છે. તો કેટરિના કૈફનું નામ ફાઇનલ કરાયાની પણ અટકળો છે. જો કે આ વિશે મેકર્સ તરફથી કશું જ કહેવામાં આવ્યું નથી.