Salman Khan Hit Arrow In Center Of Board
  • Home
  • Featured
  • તીરંદાજીમાં પણ પાવરધો છે સલમાન, પરફેક્ટ જગ્યાએ માર્યું તીર, જોઇલો વિડીયો

તીરંદાજીમાં પણ પાવરધો છે સલમાન, પરફેક્ટ જગ્યાએ માર્યું તીર, જોઇલો વિડીયો

 | 3:09 pm IST

બોલીવુડ એક્ટર સલમાન ખાન પોતાની ફિલ્મોથી બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવવા ઉપરાંત પોતાની કળાને લઇને પણ જાણીતો છે. સલમાન ખાન પેન્ટિંગ કરે છે એ વાત તો સૌ જાણે છે, પરંતુ તેને તીરંદાજી કરતા પહેલા ક્યારેય નહીં જોયો હોય. સલમાન ખાન અત્યારે પોતાની આગામી ફિલ્મ ભારતનાં શૂટિંગમાં વ્યસ્ત છે.

આ દરમિયાન સમય મળવા પર તે પોતાની કળાનું પ્રદર્શન કરતા જોવા મળ્યો હતો. સલમાન ખાને બ્લેક કેપ, બ્લૂ ટી-શર્ટ અને બ્લેક હાફ શૉર્ટ્સમાં તીરંદાજી પર હાથ અજમાવ્યો હતો. તેણે પોતાના હાથેથી કંઇક એવું સટીક તીર લગાવ્યું જે બૉર્ડની બિલકુલ વચ્ચે જઇને લાગ્યુ હતુ.

આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોયા બાદ તમે ચોંકી જશો. 53 વર્ષની ઉંમરે પણ સલમાન ખાન ફિલ્મોની સાથે સાથે અન્ય ક્રિએટિવ અને ફિટનેસને લગતી એક્ટિવિટિ્સમાં વ્યસ્ત અને મસ્ત રહે છે.