In inshallah with alia bhatt sanjay leela bhansali film salman khan
  • Home
  • Entertainment
  • Bollywood
  • સંજય લીલા ભણસાળીની સાથે કામ કરશે સલમાન ખાન, આ અભિનેત્રીનો હીરો બનશે

સંજય લીલા ભણસાળીની સાથે કામ કરશે સલમાન ખાન, આ અભિનેત્રીનો હીરો બનશે

 | 2:13 pm IST

છેલ્લા કેટલાક સમયથી દબંગ સ્ટાર સલમાન ખાન અને ફિલ્મમેકર સંજય લીલા ભણસાળી સાથે કામ કરશે તે ચર્ચાએ જોર પકડ્યુ હતુ. 20 વર્ષના લાંબા સમય પછી સલમાન અને સંજય લીલા ભણસાળી ફરી ફિલ્મ કરવા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ફિલ્મના નામ અને સલમાનની સામે મુખ્ય પાત્ર નિભાવતી એકટ્રેસ અંગે જાત જાતની અટકળોએ વેગ પકડ્યો હતો. પણ હવે આ તમામ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયુ છે અને સપ્સેન્સ પણ પુરૂ થયુ છે.

હાલમાંજ સલમાન ખાને એક ટ્વીટ કરી તેની જાણકારી આપી હતી. સલમાને કહ્યુ કે આ ફિલ્મનું નામ ‘ઈંશાઅલ્લાહ’ હશે અને આમાં લીડ રોલમાં આલિયા ભટ્ટ નજરે ચડશે. સલમાને ટ્વીટ કરીને કહ્યુ છે કે 20 વર્ષ વીતી ગયા છે એ વાતને જ્યારે અમે લોકોએ સાથે કામ કર્યુ હતુ. હું ખુબજ ખુશ છુ કે અમારી આગામી ફિલ્મ ‘ઈંશાઅલ્લાહ’માં સાથે કામ કરવાનો એકવાર ફરીથી મોકો મળશે. આલિયા સાથે કામ કરવાની મજા આવશે.

આપને જણાવી દઈએ કે પહેલી વાર આલિયા ભટ્ટ, સલમાન ખાન એક સાથે સ્ક્રીન શેર કરશે. અત્યાર સુધીમાં ત્રણેય ખાન્સમાં ફક્ત શાહરૂખ ખાન સાથે આલિયાએ ડિયર જિંદગીમાં કામ કર્યુ હતુ. હવે તે પોતાનાથી બમણી ઉમરના સલમાન ખાન સાથે કામ કરશે. ફિલ્મની એકટ્રેસને લઈને કેટલાયે સમયથી ચર્ચાઓ થઈ રહી હતી. ભણસાળી આ પહેલા પ્રિયંકા ચોપડાને આ ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા. તો સલમાન ખાન કૈટરીના કૈફ સાથે કામ કરવા માંગતો હતો. હવે આ તમામને પાછળ રાખીને આલિયા ભટ્ટે બાજી મારી છે.

વાત કરીએ ફિલ્મના ટાઈટલની તો ભણસાળીને ‘ઈંશાઅલ્લાહ’ નામ પસંદ પડી રહ્યુ છે. સલમાને પણ તેમની ચોઈસ પર હા પાડી દીધી છે. હમ દિલ દે ચુકે સનમના 20 વર્ષ પછી સલમાન ભણસાળી સાથે લીડ રોલ નિભાવશે. આ પહેલા 2007માં આવેલી રણબીર કપૂર અને સોનમ કપૂરની ડેબ્યૂ ફિલ્મ સાંવરિયામાં કેમિયો કરતો નજરે આવશે. આટલા વર્ષો પછી સલમાન અને સંજય લીલા ભણસાળીને સાથે કામ કરતા જોવાની એક અલગ જ મજા આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન