સલમાનને ફરી આવ્યો ગુસ્સો, આ વખતે કંગના, રાજકુમાર અને એકતા બન્યા શિકાર - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલમાનને ફરી આવ્યો ગુસ્સો, આ વખતે કંગના, રાજકુમાર અને એકતા બન્યા શિકાર

સલમાનને ફરી આવ્યો ગુસ્સો, આ વખતે કંગના, રાજકુમાર અને એકતા બન્યા શિકાર

 | 7:09 pm IST

બોલિવુડનાં સુપરસ્ટાર સલમાન ખાન એકવાર ફરી ગુસ્સામાં છે. આ વખતે સલમાનનાં ગુસ્સાનો શિકાર કંગના રનૌત અને રાજકુમાર રાવ બન્યા છે. મહત્વની વાત એ છે કે આ વખતે ફક્ત સલમાન ખાન જ નહીં પરંતુ તેમનો નાનો ભાઇ સોહેલ ખાન પણ ગુસ્સામાં છે. વાત એમ છે કે સલમાન અને સોહેલ કંગના અને રાજકુમારથી નહીં પરંતુ તેમની આગામી ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’નાં ટાઇટલને લઇને ગુસ્સામાં છે.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’નું પહેલા ‘મેન્ટલ’ નામ રાખવામાં આવવાનું હતું, પરંતુ આ ટાઇટલ પર એકતા કપૂરે પોતાનો અધિકાર જમાવી લીધો હતો.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ પહેલા સોહેલ વર્ષ 2014માં આવેલી સલમાન ખાનની ફિલ્મ “જય હો’નું નામ પણ ‘મેન્ટલ’ આપવા ઇચ્છતા હતો, પરંતુ આવુ થઇ ના શક્યું. એક ઇન્ટરવ્યુમાં જ્યારે સોહેલને આ વિશે પુછવામાં આવ્યું તો તેણે જવાબ આપતા કહ્યું કે તેમણે એકતાને આ ટાઇટલ નથી આપ્યું. આ વિશે તેમને કશું જ પુછવામાં પણ નથી આવ્યું. આ કારણે સલમાન અને સોહેલ બંને ગુસ્સામાં છે.

નોંધનીય છે કે અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ ટૂંક સમયમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. કંગનાની સાથે આ ફિલ્મમાં રાજકુમાર રાવ જોવા મળશે. આ એક સાઇકોલૉજિકલ ફિલ્મ છે.