Bollywood salman khan katrina kaif too will grow old in the film Bharat
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘ભારત’માં કૈટરીના કૈફ નિભાવશે મોટી ઉંમરની મહિલાનો રોલ, ખાસ મેકઅપનો કરશે પ્રયોગ

‘ભારત’માં કૈટરીના કૈફ નિભાવશે મોટી ઉંમરની મહિલાનો રોલ, ખાસ મેકઅપનો કરશે પ્રયોગ

 | 10:48 am IST

સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં કૈટરીના કૈફ ખુબજ મહત્વનો રોલ નિભાવવા જઈ રહી છે. આ ફિલ્મમાં કૈટરીનાનો એવો લુક જોવા મળશે જે દર્શકોએ આજ સુધીમાં ક્યારેય નહી જોયો હોય. આ ફિલ્મને જોવા માટે પ્રશંસકો આતુર છે. આ ફિલ્મ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરની છે. આ ફિલ્મમાં સલમાન ખાનની જેમજ કૈટરીના કૈફ પણ મોટી ઉંમરના ગેટઅપમાં જોવા મળશે.

અલી અબ્બાસ ઝફરે એક મુલાકાતમાં કહ્યુ હતુ કે કૈટરીના કૈફ પહેલી વાર મોટી ઉંમરનો રોલ કરતી જોવા મળશે. કૈટરીનાનો રોલ પણ એવો છે જેવો સલમાનનો ફિલ્મમાં જેમ જેમ સલમાનની ઉંમર વધતી દેખાશે કૈટરીના પણ મોટી થતી દેખાશે. કૈટરીના ફિલ્મમાં કુમુદ રેનાનો રોલ નિભાવી રહી છે. સલમાન અને કૈટરીના આ રોલમાં પ્રોસ્થેટિક મેકઅપનો સહારો લેવાના છે અને બુજુર્ગ દેખાવાના છે. બંનેનો આ મેકઅપ ફાઈનલ કરવા માટે વિદેશથી એક ખાસ ટીમ આવી હતી જેણે બંનેનો લુક ફાઈનલ કર્યો છે.

આપને જણાવી દઈએ કે કૈટરીનાએ 2016માં આવેલી ફિલ્મ ‘બાર બાર દેખો’માં પોતાના લુક સાથે ખાસ્સુ એવુ એકસપિરિમેન્ટ કર્યુ હતુ. આ ફિલ્મની કહાની યંગ અને ઓલ્ડ એજના ટાઈમ પર લખવામાં આવેલી હતી કેટરીનાએ ફિલ્મમાં મોટી ઉંમરની મહિલાનો રોલ નિભાવ્યો હતો.

અલી અબ્બાસ ઝફરે સલમાન ખાન અંગે કહ્યુ કે તે ખુબજ સારા માણસ છે. ફિલ્મમાં તેના રોલની વાત કરીએતો સલમાન ખાન અને કૈટરીના ફિલ્મમાં શાનદાર કામ કરી રહ્યા છે. ફિલ્મ ઈદના મોકા પર 5 જૂને રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં સલમાન ખાન-કેટરીના કૈફ સિવાય સુનીલ ગ્રોવર, દિશા પટ્ટણી, તબ્બૂ, જેકી શ્રોફ, સોનાલી કુલકર્ણી નિભાવી રહ્યા છે. ફિલ્મ ઈદના મોકા પર રિલીઝ થતી હોવાથી આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન