Salman Khan Look Younger in Dabangg 3 CGI effect will be Used
  • Home
  • Entertainment
  • Bollywood
  • શું સલમાન ખાન ફરીથી યુવાન થઈ જશે? ‘દબંગ 3’ માટે કરી સ્પેશિયલ તૈયારી

શું સલમાન ખાન ફરીથી યુવાન થઈ જશે? ‘દબંગ 3’ માટે કરી સ્પેશિયલ તૈયારી

 | 1:47 pm IST

સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ જૂનમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાન અલગ-અલગ ઉમરના પાત્ર ભજવી રહ્યો છે. તેઓ યુવાનથી લઈને વૃદ્ધના લુકમાં દેખાશે. જેના માટે કમ્પ્યુટર જેનરેટેડ ઇમેજરી(CGI)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે હવે એવા સમાચાર છે કે આ ટેકનોલોજીનો ઉપયોગ ‘દબંગ 3’માં પણ કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન તેની ‘દબંગ’ સિરીઝના ત્રીજા ભાગ ‘દબંગ 3’ની તૈયારીમાં છે. આ ફિલ્મમાં CGIનો ઉપયોગ કરવામાં આવશે જેથી સલમાનને યંગ લુક આપી શકાય. રિપોર્ટ પ્રમાણે, ફિલ્મ ‘દબંગ 3’માં સલમાન ખાનના પાત્ર ચુલબુલ પાંડેના પાસ્ટને પણ દેખાડવામાં આવશે. યંગ એજમાં સલમાનને દેખાડવા માટે સીજીઆઈ તકનીકનો ઉપયોગ કરવામાં આવશે. જેથી ચુલબુલ પાંડેનું પાત્ર તે દરમિયાન લુકમાં પરફેક્ટ દેખાય.

તમને જણાવી દઈએ કે ‘દબંગ 3’માં સલમાન ખાન સાથે એકવાર ફરી અરબાઝ ખાન અને સોનાક્ષી સિન્હા નજરે આવશે. મીડિયા રિપોર્ટ મુજબ દબંગ સિરીઝની આ વખતેની ફિલ્મને પ્રભુ દેવા ડાયરેક્ટ કરશે. આ પહેલા ‘દબંગ 2’ને અરબાઝ ખાને ડાયરેક્ટ કરી હતી. ‘દબંગ 3’ 20મી દિસેમ્બર 2019ના રોજ રિલીઝ થવાના સમાચાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન