salman khan name comes in sushant ncb chat case probe
  • Home
  • Entertainment
  • Bollywood
  • ડ્રગ્સ કાંડમાં બોલિવૂડની માછલીઓ બાદ મોટો દેડકો પણ ભેરવાયો, જાણો સલમાન ખાનનું શું છે કનેક્શન ?

ડ્રગ્સ કાંડમાં બોલિવૂડની માછલીઓ બાદ મોટો દેડકો પણ ભેરવાયો, જાણો સલમાન ખાનનું શું છે કનેક્શન ?

 | 3:27 pm IST

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે બોલિવૂડની મોટી મોટી માછલીઓ ફસાતી જોવા મળી રહી છે. એનસીબી ડ્રગ્સ એંગલમાં દરેક પાસાઓ તપાસીને કાર્યવાહી કરી રહી છે. જયા સાહાની ચેટ અને તેની કંપની ક્વાનની મેનેજરની ચેટથી બોલિવૂડની મોટી મોટી અભિનેત્રીઓ સંકજામાં આવી છે, ગઈ કાલે જ શ્રધ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, નમ્રતા સિલોડકર જેવી મોટી મોટી અભિનેત્રી બાદ હવે આ ડ્રગ્સ એંગલના તાર સલમાન ખાન સાથે જોડાઈ રહ્યા છે. એનસીબીએ ક્વાનની કાચી ચિઠ્ઠીને ખોલી અને હવે આગળ તપાસ કરી રહી છે.

જયા સાહાની પૂછપરછમાં ઘણા મોટા નામ આવવા લાગ્યા છે. આ નામોમાં દીપિકા પાદુકોણ અને ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી ક્વાનનો પણ સમાવેશ થાય છે. ત્યારે એનસીબી હવે એ તપાસ કરી રહી છે કે ક્વાનમાં કોના કોના પૈસા લાગેલા છે. આ તપાસમાં સામે આવ્યું છે કે સલમાન ખાનની એક કંપનીના ક્વાનમાં ખુબ વધારે પૈસા લાગેલા છે. ચોંકાવનારી વાત એ છે કે આ ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની ક્વાન સાથે જયા સાહા અને દિશા સાલિયાન પણ જોડાઈ રહી હતી.

આ કંપનીની માલિકી મધુ મન્ટેના છે, જે એક ફિલ્મ નિર્માતા પણ છે. જયા સાહાની પૂછપરછ દરમિયાન મધુનું નામ સામે આવ્યું હતું. જયા સાહા ક્વાન કંપનીમાં કામ કરે છે. મધુએ ખુદ ક્વાન કંપનીમાં ભારે રોકાણ કર્યું છે. મધુએ ‘સુપર 30’, ‘ઉડતા પંજાબ’, ‘ક્વીન’, ‘મસાન’ જેવી ઘણી હિટ ફિલ્મો બનાવી છે.

સુશાંત કેસમાં તેનું નામ જોડાયા બાદ હવે ઈડી ક્વાનના ફંડ વિશે અને રોકાણ વિશે પણ તપાસ કરશે. એક પ્રારંભિક એવા અહેવાલો હતા કે સુશાંતના ખાતામાંથી એક મોટી રકમ ક્વાનમાં ટ્રાન્સફર થઈ હતી અને બાદમાં ક્વાને મોટી રકમ રિયા ચક્રવર્તીના ખાતામાં ટ્રાન્સફર કરી હતી.

આ વીડિયો પણ જુઓ: રાજકોટમાં ભાંગીનાખ્યાંની અસર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન