Salman Khan Playing Role Of Background Dancer in Music Ceremony Of Isha Ambani
  • Home
  • Featured
  • ઇશા અંબાણીની સંગીત સેરેમનીમાં બેક ગ્રાઉન્ડ ડાન્સર બન્યો સલમાન, જોઇ લો મજેદાર વિડીયો

ઇશા અંબાણીની સંગીત સેરેમનીમાં બેક ગ્રાઉન્ડ ડાન્સર બન્યો સલમાન, જોઇ લો મજેદાર વિડીયો

 | 2:43 pm IST

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં ચેયરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પીરામલનાં લગ્ન પહેલા જ રાજસ્થાનનાં ઉદયપુરમાં ઉલ્લાસનો માહોલ છે. રવિવારે ઈશા અંબાણીની ભવ્ય સંગીત સેરેમની યોજાઈ હતી. આ સમારોહમાં બોલીવુડનાં દરેક દિગ્ગજ સ્ટાર્સ હાજર રહ્યા હતા, જેમાં આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ, કેટરીના કૈફ, આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન, કરણ જોહર, સલમાન ખાન, પરિણીતિ ચોપરા, અનિલ કપૂર અને તેની પત્ની સુનીતા, બોની કપૂર અને દીકરી જ્હાન્વી અને ખુશી કપૂર, સિદ્ધાર્થ રૉય કપૂર અને તેની પત્ની વિદ્યા બાલન, જૉન અબ્રાહમ અને પત્ની પ્રિયા રૂંચલ, રૉની સ્ક્રૂવાલા અને તેની પત્ની ઝરીન, કરિશ્મા કપૂર, વરૂણ ધવન, કરણ પટેલ અને રાલ્ફા પણ સામેલ હતા.

ઈશા અંબાણીની સંગીત સેરેમનીમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, કેટરીના કૈફ અને ઐશ્વર્યા રાય બચ્ચન સહિતનાં સ્ટાર્સે પરફૉર્મ કર્યું હતુ. આ સેરેમનીનો એક વિડીયો જેમાં સલમાન ખાન મુકેશ અંબાણીનાં દીકરા અનંત અંબાણી સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયોમાં સલમાન ખાન સ્ટેજ પર બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે અનંત કુમાર શાહરૂખ ખાનનાં ગીત ‘કોઈ મિલ ગયા’ પર પરફૉર્મ કરી રહ્યા છે અને સલમાન ખાન તેમનો સાથ આપતા અનંતની પાછળ ડાન્સ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન