Salman Khan Producing Kapil Sharma's Show
  • Home
  • Entertainment
  • Bollywood
  • કપિલનાં ડૂબી રહેલા કેરિઅરને બચાવવા આગળ આવ્યો સલમાન, કર્યું આ મોટું કામ

કપિલનાં ડૂબી રહેલા કેરિઅરને બચાવવા આગળ આવ્યો સલમાન, કર્યું આ મોટું કામ

 | 3:42 pm IST

કૉમેડી કિંગ કપિલ શર્મા ટીવી પર ધમાકેદાર પુનરાગમન કરવા માટે તૈયાર છે. ડિસેમ્બરમાં લગ્ન બાદ તે નાના પડદા પર કૉમેડીથી લોકોને પેટ પકડાવીને હસાવશે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કૉમેડી કિંગ કપિલ શર્માનાં પુનરાગમનમાં સલમાન ખાનનું યોગદાન છે. કપિલ શર્માનાં આ કૉમેડી શૉને સલમાન ખાનનું પ્રોડક્શન હાઉસ પ્રોડ્યુસ કરશે. આવતા મહિને ડિસેમ્બરથી કપિલ શૂટિંગ પણ કરશે. પહેલા કપિલનું બેનર જ શૉને પ્રોડ્યુસ કરતુ હતુ, પરંતુ ‘ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા’નાં પ્રોડક્શનની જવાબદારી ચેનલે કોઈ અન્યને આપી છે.

કપિલનાં શૉ માટે ફિલ્મ સિટીનાં આઠમાં ફ્લોર પર સેટ પણ બની રહ્યો છે. આ જગ્યાએ કપિલે જુની સીઝન કરી હતી. ઉલ્લેખનીય છે કે 12 ડિસેમ્બરનાં કપિલ શર્મા જાલંધરમાં પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કરી રહ્યો છે. તો 14 ડિસેમ્બરનાં બંનેની રિસેપ્શન પાર્ટી યોજાશે.

કપિલ શર્માએ પોતાના લગ્નની ડેટ ફિક્સ કરતા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે, “લગ્ન 12 ડિસેમ્બરનાં ગિન્નીનાં હોમ ટાઉન જાલંધરમાં થશે. અમે આ સમારોહને સિમ્પલ રાખવા ઇચ્છતા હતા, પરંતુ ગિન્ની એકમાત્ર દીકરી છે આ માટે અમે ધૂમધામથી લગ્ન કરવા ઇચ્છીએ છીએ. હું તેમની ભાવનાઓને સમજુ છું. મારી મા પણ આવું જ ઇચ્છે છે.”

ઉલ્લેખનીય છે કે કપિલ શર્મા લાંબા સમયથી લાઇમલાઇટથી દૂર છે. તેના ફેન્સ તેના કમબેકને લઇને ઉત્સાહિત છે. આ પહેલા કપિલ શર્મા વિવાદોને કારણે તણાવમાં હતો. બીમાર થવાના કારણે તેનો વજન પણ વધી ગયો હતો. કમબેક માટે કપિલ શર્મા વજન ઘટાડવાનાં પ્રયત્નો કરી રહ્યો છે.