Salman Khan Take Harsh Decision Because Of Arjun-Malaika Relation, Rejects Film Of Boney Kapoor
  • Home
  • Entertainment
  • Bollywood
  • અર્જુન-મલાઇકાનાં સંબંધથી ગુસ્સામાં છે સલમાન, લીધો એવો નિર્ણય કે બોની કપૂર પણ હલી ગયા

અર્જુન-મલાઇકાનાં સંબંધથી ગુસ્સામાં છે સલમાન, લીધો એવો નિર્ણય કે બોની કપૂર પણ હલી ગયા

 | 6:45 pm IST

અર્જુન કપૂર સાથે મલાઇકા અરોરાનો સંબંધ અત્યારે બોલીવુડમાં ચર્ચામાં છે. આ સંબંધને લઇને સલમાન ખાન અને અર્જુન કપૂર વચ્ચે તિરાડ પડી હોવાની વાત પણ સામે આવી હતી. તો હવે સમાચાર આવી રહ્યા છે કે મલાઇકા સાથેનાં અફેરની કિંમત બોની કપૂરે ચુકવવી પડી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે બોની કપૂરે 2 મોટા પ્રોજેક્ટ માટે સલમાન ખાનને સાઇન કર્યો હતો. બોની કપૂરે સલમાનને ‘વૉન્ટેડ-2’ અને ‘નો એન્ટ્રી મે એન્ટ્રી’માં સાઇન કર્યો હતો, પરંતુ સલમાન ખાને બંને પ્રોજેક્ટ કરવાની ના કહી દીધી છે.

આ બંને ફિલ્મોનાં પહેલા પાર્ટમાં સલમાન જોવા મળ્યો હતો

સલમાન ખાને પ્રોજેક્ટ છોડવાનું કારણ નથી જણાવ્યું, કહેવામાં આવે છે કે અર્જુન કપૂર અને મલાઇકાનાં સંબંધને કારણે સલમાને આ પ્રોજેક્ટને ડ્રોપ કરી દીધો છે. આ બંને ફિલ્મોનાં પહેલા પાર્ટમાં સલમાન જોવા મળ્યો હતો. ‘વૉન્ટેડ’ ફિલ્મથી સલમાન ખાનનાં કેરિયરને નવી દિશા મળી હતી. ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ઘણીવાર પોતાના સંબંધને જાહેર કરતા જોવા મળ્યા છે.

અર્જુન કપૂર સલમાન ખાનની બહેન અર્પિતા ખાનને ડેટ કરી ચુક્યો છે

જોવા જઇએ તો સલમાન ખાનની અર્જુન કપૂર પ્રત્યે નારાજગી નવી નથી. કથિત રીતે અર્જુન કપૂર સલમાન ખાનની બહેન અર્પિતા ખાનને ડેટ કરી ચુક્યો છે. બંનેનો સંબંધ લાંબો ચાલ્યો નહોતો. ત્યારબાદ અર્જુન કપૂરની દોસ્તી મલાઇકા સાથે થઈ. કેટલાક રીપૉર્ટમાં અરબાઝ અને મલાઇકાનાં તલાકનું કારણ અર્જુનને માનવામાં આવ્યો છે. જો કે સલમાનનાં બોની કપૂર સાથે સંબંધો ઘણા સારા રહ્યા છે. થોડાક દિવસો પહેલા મલાઇકા અર્જુન કપૂરનાં પરિવાર સાથે પણ જોવા મળી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન અત્યારે ‘ભારત’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. તો અર્જુન કપૂર ‘પાનીપત’ ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે.