salman-khan-removes-atif-aslam-from-upcoming-movie-notebook-tmov
  • Home
  • Uncategorized
  • પુલવામા એટેક બાદ સલમાને લીધો આ નિર્ણય, આ પાકિસ્તાનીને કર્યો ફિલ્મમાંથી દૂર

પુલવામા એટેક બાદ સલમાને લીધો આ નિર્ણય, આ પાકિસ્તાનીને કર્યો ફિલ્મમાંથી દૂર

 | 8:20 pm IST

જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPF પર થયેલા હુમલા બાદ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તમામ બોલીવુડ સ્ટાર્સે આ ઘટનાની નિંદા કરી છે અને શહિદો માટે મદદનો ધોધ વહાવ્યો છે. આ દરમ્યાન સલમાન ખાને તેની અપકમીંગ ફિલ્મ “નોટબુક”માંથી પાકિસ્તાની સિંગર આતિફ અસલમને કાઢી મુક્યો છે. સલમાન ખાન આ ફિલ્મનો પ્રોડ્યુસર છે.

પુલવામા એટેક બાદ ટીસીરીઝે પણ આતિફના ગીતોને તેમની યુ ટ્યુબ ચેનલ પરથી હટાવી દીધા છે. પુલવામા હુમલા બાદ પાકિસ્તાની કલાકારો માટે બોલીવુડના દરવાજા બંધ થઇ ગયા છે અને તેમના પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

ફિલ્મ ટોટલ ધમાલના નિર્માતાઓએ પણ તેમની ફિલ્મને પાકિસ્તાનમાં રીલીઝ કરવાનું ટાળ્યું છે જાવેદ અખ્તર અને શબાના આઝમીએ પણ તેઓની કરાંચીની મુલાકાત રદ કરી દીધી છે.

AWCWAનો નિર્ણય, નહીં કરીએ પાક. કલાકારો સાથે કામ

આ તરફ ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને (AWCWA) આ હુમલાને કડક શબ્દોમાં વખોડ્યો અને કહ્યું કે, “અમે પાકિસ્તાની એકટર્સ અને કલાકારોને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવા માટે સત્તાવાર પ્રતિબંધ મુકીએ છીએ” આ છતાં જો કોઇ સંસ્થા પાકિસ્તાની કલાકારો સાથે કામ કરે તો AWCWA દ્વારા તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સલમાન બે નવા ચહેરાઓ લોન્ચ કરશે

સલમાન ખાને તાજેતરમાં “નોટબુક” ફિલ્મનું એક પોસ્ટર શેર કર્યું હતુ. ફિલ્મનું દિગ્દર્શન નિતિન કક્કડ કરી રહ્યા છે જેમાં ઝહિર ઇકબાલ અને પ્રનુતન બહલ લીડ રોલ પ્લે કરતાં નજર આવશે. બંને કલાકારો આ ફિલ્મ દ્વારા બોલીવુડ ડેબ્યુ કરી રહ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે આ ફિલ્મ બોક્સ ઓફીસ પર કેવો કમાલ દેખાડે છે.