દુબઈના મોલમાં ચિલ આઉટ કરતો જોવા મળ્યો સલમાન ખાન, Viral Video - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • દુબઈના મોલમાં ચિલ આઉટ કરતો જોવા મળ્યો સલમાન ખાન, Viral Video

દુબઈના મોલમાં ચિલ આઉટ કરતો જોવા મળ્યો સલમાન ખાન, Viral Video

 | 3:08 pm IST

સલમાન ખાન ઘણા દેશોમાં પોતાના દબંગ ટૂર પછી રિલેક્સ કરવાના મૂડમાં છે. હાલમાં તેઓ કામથી બ્રેક લઈને દુબઈમાં ચિલ કરી રહ્યો છે. ઈન્ટરનેટ પણ રજૂ કરવામાં આવેલો તેમનો લેટેસ્ટ વિડીયોમાં તેમને દુબઈના એક મોલમાં ફરતા જોવા મળી રહ્યા છે.

ઈન્ટરનેટ પણ સલમાનનો મોલમાં ફરતો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં સલમાનને દુબઈમાં એક આલિશાન મોલમાં ફરતો જોવા મળ્યો છે. વિડીયોમાં સલમાન પોતાના બોડીગાર્ડ્સ સાથે જોવા મળ્યો છે. સલમાન મોલમાં ફરતા પોતાના ફોનમાં વ્યસ્ત દેખાય છે. તે પછી સલમાન મોલના શોરૂમની બહાર આવેલી એક બેન્ચ પર બેઠેલો પણ જોવા મળ્યો હતો.

સલમાનને આ મોલમાં જોયા પછી ત્યાં રહેલા અમુક લોકો તેમની સાથે ફોટોઝ ક્લિક કરતા જોવા મળે છે. સલમાનની ફેન્સ સાથે લેવામાં આવેલો ફોટો પર તેમના ફેન કલબ્સ પર શેર કરવામાં આવ્યો છે.