સલમાને શર્ટ ઉતારવા પાછળનું ખોલ્યું રહસ્ય, આ ફિલ્મમાં ઉતાર્યો હતો પહેલી વખત - Sandesh
NIFTY 11,355.75 -73.75  |  SENSEX 37,644.90 +-224.33  |  USD 69.9325 +1.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલમાને શર્ટ ઉતારવા પાછળનું ખોલ્યું રહસ્ય, આ ફિલ્મમાં ઉતાર્યો હતો પહેલી વખત

સલમાને શર્ટ ઉતારવા પાછળનું ખોલ્યું રહસ્ય, આ ફિલ્મમાં ઉતાર્યો હતો પહેલી વખત

 | 4:41 pm IST

સલમાન ખાનનો શર્ટલેસ ટ્રેન્ડ 20 વર્ષોથી સુપરહિટ છે. સૌથી પહેલા સલમાન ખાને આ સ્ટાઈલ 1998માં આવેલી ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યાં’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મના ગીત ‘ઓ ઓ જાને જાના…’માં સલમાન ખાન હાથમાં શર્ટલેસ થઈને પહેલી વખત સામે આવ્યો હતો. આ સ્ટાઈલ સલમાનની પહેચાન બની ગઈ છે.

આ ટ્રેન્ડ બેવી રીતે બન્યો છે સૌથી મોટો સવાલ છે. એક TV રિયાલિટી શોમાં સલમાન ખાને આ સવાલનો જવાબ આપ્યો હતો. સલમાને અહીં કહ્યું કે ટ્રેન્ડને સેટ કરવા માટે તેમણે પહેલી વાર શર્ટ નથી ઉતાર્ય હતો પરંતુ મજબૂરીમાં તેમણે આવું કર્યું પડ્યું હતું.

સલમાને કહ્યું કે આ ગીતની શૂટિંગ મડ આર્યલેન્ડમાં થઇ રહ્યો હતો. ડીઝાઈનરે શૂટ માટે સલમાનને જે શર્ટ આપી હતી તે એટલી ટાઈટ હતી કે તેમના બટન પણ બંધ ન્હાતા થઇ રહ્યા. આ બધા કારણોના વચ્ચે ડીઝાઈનર નવી શર્ટ લેવા ગયો. તેમને પરત આવતા લગભગ 4 કલાકનો સમય લાગવાનો હતો. મેનો મહિનો હતો અને સેટ પર ગરમી વધી રહી હતી.

એવામાં સલમાને ફિલ્મના ડાયરેક્ટર અને ભાઈ સોહેલ ખાનથી કહ્યું કે હું શર્ટ વગર શૂટિંગ કરવા તૈયાર છું. પહેલા સોહેલને તેમની વાતો પર વિશ્વાસ થયો નહીં. સોહેલે બીજી વાર તેમને પૂછ્યું કે તેઓ શર્ટલેસ થઈને શૂટિંગ કરશે? સલમાનની હામી ભર્યા પછી તેમણે ગીત શૂટ કર્યું. કહેવું ખોટું નથી કે મજબૂરીમાં આવીને સલમાને શર્ટ વગર શૂટિંગ કરવી પડી હતી.