સલમાન ખાનએ કર્યો ખુલાશો, પોતાના માટે નહીં પણ જીજા માટે શોધી આ છોકરી - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલમાન ખાનએ કર્યો ખુલાશો, પોતાના માટે નહીં પણ જીજા માટે શોધી આ છોકરી

સલમાન ખાનએ કર્યો ખુલાશો, પોતાના માટે નહીં પણ જીજા માટે શોધી આ છોકરી

 | 7:18 pm IST

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનએ સોમવારે રાતે એક એવી ટ્વીટ કરી હતી, જે વાયુવેગએ ફેલાઈ ગઈ હતી. પોતાની ટ્વીટમાં સલમાનએ લખ્યું હતું કે, ‘મને છોકરી મળી ગઈ છે’. તેના કારણે સલમાન ખાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો, પરંતુ મંગળવાર બપોરે તેમણે ક્લિયર કરતા જણાવ્યું તે, આ છોકરી બીજી કોઈ નહીં પણ મોડલ વરીના હુસૈન છે. સલમાનએ વરીનાની તસ્વીર શેર કરતા લખ્યું કે, હેરાન થવાની કોઈ વાત નથી, આયુષ શર્માની આગામી ફિલ્મ ‘લવરાત્રિ’ માટે વરીના છોકરી મળી ગઈ, ‘તો ટોન્ટ વરી, બી હેપ્પી’ એવું લખ્યું હતું.

તમેન જણાવી દઈએ કે સલમાનની બહેન અર્પિતા ખાનનો પતિ આયુષ શર્મા તેમણી પ્રોડક્શન હાઉસની ફિલ્મ લવરાત્રી થી ડેબ્યૂ કરશે. ફિલ્મમાં આયુષની સાથે વરીના હુસૈન રોમાન્સ કરતી જોવા મળશે. તેમજ વરીના ‘લવરાત્રિ’ દ્વારા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

Share your smile 🙂 #feelingfestive #diwali

A post shared by WARINA HUSSAIN (@warinahussain) on

‘લવરાત્રિ’ સલમાનના પ્રોડક્શન બેનર સલમાન ખાન ફિલ્મ્સ (એસકેએફ) હેઠળ રિલીઝ થનારી પાંચમી ફિલ્મ છે. આ ફિલ્મનું ડિરેક્શન નવોદિત ફિલ્મ ડિરેક્ટર અભિરાજ મિનવાલા કરશે.