Salman vows to financially support 25,000 Bollywood daily wage workers
  • Home
  • Entertainment
  • Bollywood
  • ટ્રોલરોને સણસણતો જવાબ: ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે સલમાન બન્યો ફરિશ્તો, કોરોનાને હંફાવવા સજ્જ

ટ્રોલરોને સણસણતો જવાબ: ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે સલમાન બન્યો ફરિશ્તો, કોરોનાને હંફાવવા સજ્જ

 | 5:14 pm IST

કોરોના વાયરસને કારણે દેશમાં લોકડાઉન થઈ ગયું છે. આવી સ્થિતિમાં સલમાન ખાને ફિલ્મ ઉદ્યોગના રોજિંદા મજૂરોને પૈસાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયન સીન એમ્પ્લોઇઝ (એફડબ્લ્યુઆઈસી)ના અનુસાર સલમાન ખાને ઈન્ડસ્ટ્રીના 25,000 દૈનિક વેતન મજૂરને આર્થિક મદદ કરવાની ખાતરી આપી છે. આ પહેલા લોકો સલમાનને ટ્રોલ કરી રહ્યા હતા કે કેમ કઈ  મદદ નથી કરતો. તો એવા લોકોને સલમાન ખાનનો આ જવાબ છે.

વડાપ્રધાને ભારતમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. જેમાં રોજિંદા મજૂરોને તેમની આજીવિકાની ચિંતા થઈ રહી છે. આવી સ્થિતિમાં બોલિવૂડના તમામ સ્ટાર્સ પોતાની રીતે મદદ કરી રહ્યા છે. હવે સલમાન ખાને તેના એનજીઓ બીઇંગ હ્યુમન દ્વારા આ કામ કરવાનું નક્કી કર્યું છે. એફડબ્લ્યુઆઈસીના પ્રમુખ બી.એન. તિવારીએ કહ્યું કે, સલમાન ખાન તેમના એનજીઓ બીઇંગ હ્યુમન દ્વારા તેમની સંસ્થા સુધી પહોંચ્યો અને કામદારો માટે મદદનો હાથ આગળ કર્યો છે.

Salman Khan is taking so much money for the advertisement that he will be open on hearing

તેમણે કહ્યું કે, સલમાન ખાનનું બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન દૈનિક વેતન મજૂરોની મદદ માટે આગળ આવ્યું છે. તેણે ત્રણ દિવસ પહેલા અમને બોલાવ્યા હતા. અમારી પાસે 5 લાખ મજૂર છે, જેમાંથી 25000 લોકોને આર્થિક મદદની ખૂબ જ જરૂર છે. બીઇંગ હ્યુમન ફાઉન્ડેશને કહ્યું કે, તેઓ તે બધા કામદારોની સંભાળ લેશે. તેઓએ આ 25000 મજૂરોની ખાતાની વિગતો માંગી છે, કારણ કે તેઓ ઇચ્છે છે કે પૈસા સીધે-સીધા મજૂરો સુધી પહોંચે.

તિવારીએ વધુમાં કહ્યું કે, ‘તે મજૂરો સિવાયના અમારી પાસે 475000 બીજા મજૂરો છે, જેને અમે ટેકો આપી રહ્યા છીએ. આ લોકો એક મહિના સુધી પોતાનું કામ ચલાવી શકે છે. અમે તેમના માટે રાશન એકઠું કર્યું છે. પરંતુ દુર્ભાગ્યવશ તેઓ તે મેળવવા માટે અહીં આવી શકતા નથી. તેથી અમે તેની પાસે પહોંચવાના પ્રયત્નો કરી રહ્યા છીએ.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં સેવાભાવી સંસ્થાઓ લોકોની મદદે આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન