salman khan will launch brazilian actress larissa bonesi
  • Home
  • Featured
  • PHOTOS: સલમાન ખાન ફરી બોલિવૂડમાં વિદેશમાંથી એક ચહેરો લાવ્યો, ફેન્સ ગાંડાતૂર બન્યા

PHOTOS: સલમાન ખાન ફરી બોલિવૂડમાં વિદેશમાંથી એક ચહેરો લાવ્યો, ફેન્સ ગાંડાતૂર બન્યા

 | 2:53 pm IST

‘હું મને ભાગ્યશાળી સમજુ છું કે સલમાન જેવા મોટા સ્ટાર સાથે મને કામ કરવા મળ્યું’ આ શબ્દો છે વિદેશી અભિનેત્રી લૈરિસા બોન્સી. આ એક બ્રાઝીલ મોડેલ છ. સલમાન ખાને બોલિવૂડમાં વધુ એક નવા ચહેરાને લોન્ચ કર્યો છે. આમ પણ સલમાન નવી નવી અભિનેત્રીને લોન્ચ કરવા માટે જાણીતો છે.

આ નવા ચહેરામાં ફક્ત ભારતીય જ નહીં, પરંતુ સલમાન વિદેશી અભિનેત્રીઓને પણ તક આપી રહ્યો છે. હાલમાં પોતાની આગામી ફિલ્મ માટે સલમાને બ્રાઝીલ મોડેલ લૈરિસા બોન્સીને મોકો આપ્યો છે. ખુદ અભિનેત્રીએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયામાં આપી છે.

અભિનેત્રીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, હું બોલિવૂડના જાણીતા અને લોકપ્રિય સ્ટાર સાથે કામ કરીને ગૌરવની લાગણી અનુભવું છું. તેમની સાથે કામ કરવાથી મને ઘણું શીખવા મળ્યું છે. હું મને ભાગ્યશાળી સમજુ છું કે સલમાન જેવા મોટા સ્ટાર સાથે મને કામ કરવાની તક મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન