સુનીલ અને કપિલ થઇ ગયા એક,'ભારત' મિલાપમાં 'ભાઇજાને' ભજવી મહત્વપૂર્ણ ભૂમિકા - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુનીલ અને કપિલ થઇ ગયા એક,’ભારત’ મિલાપમાં ‘ભાઇજાને’ ભજવી મહત્વપૂર્ણ ભૂમિકા

સુનીલ અને કપિલ થઇ ગયા એક,’ભારત’ મિલાપમાં ‘ભાઇજાને’ ભજવી મહત્વપૂર્ણ ભૂમિકા

 | 12:21 pm IST

કપિલ શર્મા નાના પડદા પર ખુબ જ જલ્દી પરત ફરવાનો છે અને ખાસ વાત એ છે કે, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર, જે ગત કેટલાક દિવસો પહેલ ઝઘડાના કારણે દૂર થઇ ગયા હતા, હવે એક થઇ ગયા છે. જીહાં, બંન્ને સાથે સોની ટીવી પર ખુબ જ જલ્દી પોતાના શો સાથે વાપસી કરવાના છે.

રસપ્રદ વાત એ છે કે, બંન્ને વચ્ચે ખુબ જ મોટી લડાઇ થઇ હતી અને બાદમા તેઓ એક બીજાને દેખવા પણ પસંદ કરતા ન હતાં. સુનિલ કપિલના મનાવવા છતા માનવા તૈયાર ન હતો. હવે એક વાર ફરીથી બંન્નેએ દોસ્તી કરી લીધી છે. ખબર છે કે, બંન્નેમાં આ દોસ્તી સુપરસ્ટાર સલમાન ખાને કરાવી છે, જેમની સાથે સુનીલ હાલમાં ફિલ્મ ભારતમાં કામ કરી રહ્યો છે અને સલમાન ખાન જ કપિલના નવા શોને પ્રોડ્યૂસ કરી રહ્યો છે. આ કપિલ માટે તેની દિવાળીની ભેટ હતી અને હવે સૂત્રોથી મળેલી માહિતી અનુસાર, સલમાન ખાને જ બંન્ને વચ્ચેના વિવાદનો અંત લાવી દીધો છે. બંન્નેએ સલમાનના કહેવા પર એક-બીજા સાથે વાતચીત કરવાનું શરૂ કરી દીધુ છે.

સલમાન ખાને ભારતના સેટ પર સુનીલ પાસે બંન્ને વચ્ચેના વિવાદને વિસ્તારથી જાણ્યો અને બાદમાં સમગ્ર મુદ્દાને સમજ્યા બાદ સુનીલને સમજાવ્યું કે, બંન્નેને દર્શક સાથે જોવા માંગે છે. અને આ કારણે બંન્નેએ સાથે આવવું જ જોઇએ. આવામાં સુનીલ સલમાન ખાનની વાત ટાળી શક્યો નહી અને તેને કપિલ સાથે આવાનો નિર્ણય કર્યો. જાહેર છે કે, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના પ્રશંસકો માટે ખુબ જ મોટા સમાચાર છે.

તમને જણાવી દઇએ કે, કપિલ શર્માનો કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ જ્યાપે પૂર્ણ થયો તેના પછી તેણે ફેમિલી ટાઇમ વિથ કપિલના નામથી એક નવા શોની શરૂઆત કરી હતી પરંતુ સતત તબિયત ખરાબ રહેતા અને વારંવાર શૂટિંગ કેન્સલ થવાના કારણે શોને ત્રણ એપિસોડ બાદ જ બંધ કરવો પડ્યો. હાલમાં જ કપિલ મુંબઇ પરત ફર્યો છે અને તેણે જણાવ્યું છે કે, તે ખુબ જ જલ્દી પોતાનો શો શરૂ કરવા જઇ રહ્યો છે. ખબર અનુસાર, આ જ શોને સલમાન ખાનનું પ્રોડક્શન હાઉસ પ્રોડ્યૂસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન