Salman Khan's Bharat Film Special Screening in Mumbai
  • Home
  • Featured
  • સલમાનની ‘ભારત’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા બોલિવૂડ સિતારા, જુઓ વાયરલ Photos

સલમાનની ‘ભારત’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા બોલિવૂડ સિતારા, જુઓ વાયરલ Photos

 | 2:01 pm IST

સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ની સોમવારે રાત્રે મુંબઈ ખાતે એક સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. આ સ્ક્રીનિંગમાં સલમાનના નજીકી દોસ્ત અને પરિવાર વાળા આવ્યા હતા. સલમાન ખાનના પિતા સલીમ ખાને પણ હાજરી આપી હતી.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મને અલી અબ્બાસ જફરે ડાયરેક્ટ કરી છે. ફિલ્મ 5મી જૂને ઈદ પર રિલીઝ થવાની છે. ફિલ્મમાં સલમાન ખાન સિવાય કેટરીના કૈફ, દિશા પટની, સુનીલ ગ્રોવર, તબ્બૂ અને જૈકી શ્રોફ મહત્વના રોલમાં જોવા મળશે. સ્ક્રીનિંગ દરમિયાન સલમાન ખાનની માં સલમા ખાન પણ પહોંચી હતી. ઉપરાંત સલીમ ખાનની બીજી પત્ની અને સલમાન ખાનની સાવકી માતા અને બોલિવૂડ એક્ટ્રેસ હેલેન પણ સ્ક્રીનિંગ સમય જોવા મળી હતી.

આ સિવાય ફિલ્મની કાસ્ટ સુનીલ ગ્રોવર, કેટરીના કૈફ પણ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. સલમાન ખાનની બહેન અલવીર ખાન, પતિ અતુલ અગ્નિહોત્રી સાથે પહોંચી હતી. સ્ક્રીનિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જે ફેન્સ દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મમાં સલમાન ખાન યુવાનથી લઈ વૃદ્ધ સુધીના અલગ-અલગ ઉમરના પાત્રમાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન