Salman Khan's father's reaction to Katrina-Vicky's wedding, see what he said ..
  • Home
  • Entertainment
  • Bollywood
  • કેટરીના-વિક્કીના લગ્ન પર સલમાન ખાનના પિતાનું રીએક્શન, જૂઓ શું કહ્યું..

કેટરીના-વિક્કીના લગ્ન પર સલમાન ખાનના પિતાનું રીએક્શન, જૂઓ શું કહ્યું..

 | 8:05 pm IST
  • Share

  • સલમાનના પિતાએ કેટ-વિક્કીના લગ્ન પર શું કહ્યું?
  • કેટરીનાને હતું સલમાન ખાન સાથે અફેર
  • કેટ-સલમાનના લગ્નની આવી હતી ખબરો

બોલિવુડ એકટર વિક્કી કૌશલ અને એક્ટ્રેસ કેટરીના કૈફ છેલ્લા ઘણા સમયથી પોતાના લગ્નને લઈને ભારે ચર્ચામાં છે.મળતી માહિતી મુજબ કેટ અને વિક્કી ડીસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. કેટ અને વિક્કી રાજસ્થાનના સવાઈ માધોપરના ૭૦૦ વર્ષ જુના કિલ્લામાં લગ્નના બંધનમાં બંધાશે. તેમના લગ્નની તૈયારીઓ પણ શરુ થઇ ચુકી છે. પરિવારના સભ્યોની હાજરી વચ્ચે કેટ અને વિક્કી લગ્નના તાંતણે બંધાશે.

જો કે વિક્કી અને કેટરીનાએ લગ્નને લઈને કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે વિક્કી અને કેટ જલ્દીથી તેમના ચાહકોને આ વિશે સરપ્રાઈઝ આપશે. બોલિવુડ ઇન્ડસ્ટ્રીએ પણ કેટ વિક્કીના લગ્ન બબાતે ચુપ્પી સાધી છે જોઈ કઈ કહેવા જ તૈયાર નથી આ બાબતે. જો કે તે વચ્ચે સલમાન ખાનના પિતા સલીમ ખાને કેટ અને વિક્કીના લગ્ન બાબતે ચુપ્પી તોડી છે..હાલમાં જ એક ઈન્ટરવ્યું દરમિયાન સલીમ ખાને કહ્યું કે આ વિશે હું શું વાત કરું. મીડિયા પાસે આ જ મુદ્દો છે વાત કરવા માટે.

એક જમાનામાં સલીમ ખાનનો પુત્ર સલમાન ખાન કેટરીના કૈફનો બોયફ્રેન્ડ હતો.ઘણો લાંબો સમય ચાલ્યું હતું બન્નેનું અફેર. તે સમય સલમાન અને કેટ લગ્ન કરશે તેવી પણ ખબરો સામે આવી હતી. જો કે લગ્નના મંડપ સુધી તેમની લવસ્ટોરી ના પહોંચી શકી. સલમાન બાદ રણવીર કપૂરની કેટના જીવનમાં એન્ટ્રી થઇ. જો કે આ સંબંધ પણ તૂટી ગયો.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો