salman khans film veergati actress pooja dadwal real siatution
  • Home
  • Entertainment
  • Bollywood
  • વિધીની વક્રતા: આ હિટ અભિનેત્રી ટિફિન વેચીને ઘર ચલાવે છે, કહ્યું-મારે દયા નહીં કામ જોઈએ

વિધીની વક્રતા: આ હિટ અભિનેત્રી ટિફિન વેચીને ઘર ચલાવે છે, કહ્યું-મારે દયા નહીં કામ જોઈએ

 | 12:49 pm IST

એવી ઘણી અભિનેત્રી છે કે જે પહેલા તો સુપરહિટ રહી પણ પછી તેના દિવસો જતાં રહ્યા. એવી જ એક અભિનેત્રી એટલે કે પૂજા ડડવાલ. સલમાન ખાનની ફિલ્મ ‘વીરગતિ’થી પોતાના ફિલ્મી કરિયરની શરુઆત કરનાર પૂજા ડડવાલે ‘દબદબા’, ‘સિંદૂર કી સૌગંધ’, ‘હિન્દુસ્તાન’, ‘જીને નહીં દૂંગી’, ‘મેડમ નંબર 1’, ‘કુછ કરો ના’, ‘મૃત્યુ’, ‘તુમસે પ્યાર હો ગયા’ જેવી અનેક હિટ ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું હતું.

પરંતુ આજે પૂજા ડડવાલ ટિફિન સર્વિસ પૂરી પાડીને પોતાનું ગુજરાન ચલાવે છે. હાલ પૂજા સલમાન ખાન અને બોલિવૂડના દિગ્ગજો પાસેથી કામ માગી રહી છે. પૂજા કહે છે કે, હું ફિલ્મ જગતમાં અનેક દોસ્તોને મળું છું. લોકો પાસે કામ માગી રહી છું. લોકો આશ્વાસન આપી રહ્યાં છે પરંતુ મારી પાસે હવે ધીરજ નથી રહી. હું એ નથી ઈચ્છતી કે ફરી એકવાર હું પથારીમાં પડી જઉં અને ત્યારે મને મદદ મળે. મને કોઈની પણ દયા નથી જોઈતી મારે તો કામ જોઈએ. હું એક સારી એક્ટ્રેસ છું.

આગળ વાત કરતાં જણાવ્યું કે, મેં ન્યૂઝમાં વાંચ્યુ છે કે ડિરેક્ટર અનીસ બઝમી, સોહા અલી ખાન અને બોમન ઈરાનીએ જ્યારે મારી હાલત વિશે સાંભળ્યું તો દુઃખી થયા અને અનીસ બઝ્મીએ એ પણ કહ્યું કે જ્યારે તે પોતાની અપકમિંગ ફિલ્મ બનાવશે તો મને કાસ્ટ કરશે. તે બદલ હું એ બધાનો આભાર માનું છું. અત્યાર સુધીમાં મને કોઈ કામ નથી મળ્યું. મારી પાસે રુપિયા નથી પરંતુ મને આત્મવિશ્વાસ છે.

હાલમાં પુજા મારી રોજગારી માટે ટિફિન સર્વિસનું કામ કરે. 3 દિવસ પહેલા જ આ કામ શરૂ કર્યું હતું. મને કંઈ જ સમજમાં નથી આવતું કે હું શું કરું? ત્યારે મારા દોસ્ત અને ડિરેક્ટર રાજેન્દ્ર સિંહે મને ટિફિન સેવા કામ શરુ કરવાની સલાહ આપી. તેમણે આ કામ માટે મને જગ્યા અને સામાન પણ મગાવીને આપ્યા.’ ઉલ્લેખનીય છે ગત વર્ષે માર્ચ મહિનામાં પૂજા ટીબીની ગંભીર બીમારીથી પીડાતી હતી. ત્યારે પૂજા પાસે સારવાર માટે કોઈ જ રુપિયા નહોતા. સલમાન ખાને પોતાની દેખરેખમાં 9થી 10 મહિના સુધી સારવારનો ખર્ચો ઉઠાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન