Salman Khan's nephew Abdullah dies at 3 tweet
  • Home
  • Entertainment
  • Bollywood
  • કોરોનાના કહેર વચ્ચે સલમાન પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો, ખાન પરિવાર ચોધાર આંસુએ રડ્યો

કોરોનાના કહેર વચ્ચે સલમાન પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો, ખાન પરિવાર ચોધાર આંસુએ રડ્યો

 | 11:03 am IST

હાલમાં કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન છે. એટલા માટે બોલિવૂડમાં પણ જે રોજનું કમાઈને ખાવા વાળો વર્ગ હતો એ લોકો રઝળી પડ્યા છે. પરંતુ સલમાન ખાને 25,000 મજૂરોની જવાબદારી પોતાના ખભે લીધી છે. પરંતુ હવે સલમાન માટે ખુબ ખરાબ ચમાચાર આવી રહ્યા છે. સલમાન ખાનનો ભત્રીજો અબ્દુલ્લાહ ખાન હવે આ દુનિયામાં નથી રહ્યો. તે ઘણા સમયથી બિમાર હતો અને તેમની સારવાર ચાલી રહી હતી.

મુંબઇના કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ તેમના ભત્રીજા અબ્દુલ્લાહ ખાને અંતિમ શ્વાસ લીધા અને ખાન પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું. સલમાન ખાને ટ્વિટર પર પોતાના ભત્રીજાનો ફોટો શેર કરતા એક ઇમોશનલ પોસ્ટ લખી છે. સલમાન ખાને પોતાના ટ્વિટર પર ભત્રીજાનો ફોટો શેર કરતા કહ્યું કે, હું તને હંમેશા પ્રેમ કરીશ. અબ્દુલ્લાહને અનેક સેલેબ્રિટીએ પણ શ્રદ્ધાજંલિ આપી છે.

View this post on Instagram

I am @beingstrongindia and he is @realstrong.in @aaba81

A post shared by Salman Khan (@beingsalmankhan) on

કહેવામાં આવી રહ્યું છે કે, અબ્દુલ્લાહને ફેંફસામાં સંક્રમણ હતું. બે દિવસ પહેલા જ તેમની સ્થિતિ ગંભીર થતા તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે ઇન્ફેક્શન વધી જતા તેમનું મોત થઇ. ઉલ્લેખનીય છે કે, અબ્દુલ્લા સલમાનના પિતા એટલે કે સલીમ ખાનની નાની બેનનો પુત્ર હતો.

આ વીડિયો પણ જુઓ: વિશ્વમાં કોરોનાના કેસનો આંક 7.84 લાખને પાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન