કાળિયાર કેસમાં સલમાને વ્યક્તિગત હાજરીથી માંગી છૂટ, 17 જુલાઈએ આગામી સુનાવણી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • કાળિયાર કેસમાં સલમાને વ્યક્તિગત હાજરીથી માંગી છૂટ, 17 જુલાઈએ આગામી સુનાવણી

કાળિયાર કેસમાં સલમાને વ્યક્તિગત હાજરીથી માંગી છૂટ, 17 જુલાઈએ આગામી સુનાવણી

 | 9:41 am IST

કાળા હરણ શિકાર મામલામાં જોધપુરની સીજેએમ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી 5 વર્ષની સજા વિરુદ્ધ સલમાન ખાને જોધપુર સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી માટે સલમાન પણ જોધપુર કોર્ટમાં હાજર રહ્યો હતો. બંન્ને બહેનો સાથે પહોંચેલા સલમાને સુનવણી માટે વ્યક્તિગત રીતે હાજર રહેવાથી છૂટ માંગી કરી છે.

સલમાન ખાનની સાથે તેનો બોડીગાર્ડ શેરા અને બહેન અલવીરા તથા અર્પિતા પણ કોર્ટ પહોંચી હતી. સલમાનની બંન્ને બહેનો પહેલાથી જ કોર્ટ પહોંચી ગઇ હતી. જોકે સલમાનની થોડી મિનિટો બાદ કોર્ટમાં એન્ટ્રી થઇ હતી. સલમાન ખાનની સજા વિરુદ્ધ સુનવણી રાખવામાં આવી હોવાથી જોધપુર સેન્સ કોર્ટની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. અહીં મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું હતું.

જોધપુર જિલ્લા અને સત્ર ન્યાયાલયના જજ ચંદ્ર કુમાર સોનગરા દ્વારા સવારે 8.30 વાગે સુનાવણી શરૂ કરવામાં આવી હતી. પરંતુ સુનવણી માત્ર 10 મિનિટ ચાલી રહી હતી. હવે કોર્ટ દ્વારા આગામી સુનાવણી 17 જુલાઈએ રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન