ગુજરાતના અશ્વ માટે રૂ. બે કરોડની સલમાનખાનની ઓફર - Sandesh
NIFTY 11,410.90 +55.15  |  SENSEX 37,815.14 +170.24  |  USD 70.0050 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ગુજરાતના અશ્વ માટે રૂ. બે કરોડની સલમાનખાનની ઓફર

ગુજરાતના અશ્વ માટે રૂ. બે કરોડની સલમાનખાનની ઓફર

 | 10:27 am IST

ભારતના નંબર વન અશ્વ પર અભિનેતા સલમાન ખાન થયો ફિદા છે. રૂ. બે કરોડમાં સકાબ નામનો ઘોડો ખરીદવા માટે પણ સલમાનખાન તૈયાર છે.  જોકે સુરતના ઓલપાડમાં રહેતાં અશ્વના  માલિકે ઘોડાને પરિવારનો સભ્ય હોવાનું કહી વેચવાની ના પાડી છે.

આમતો આ અશ્વ એક પણ તેના ત્રણ નામ છે, પવન,પતંગ અને સકાબ.  સકાબ અત્યાર સુધીમાં ૧૯ વાર ચેમ્પિયન બન્યો છે અને હાલમાં ભારતના  ટોપટેન ઘોડાની રેસમાં નંબર વન રહી ગુજરાતનું નામ રોશન કર્યું છે. સકાબને કોઈ રૂ. એક કરોડ તો કોઈ બે કરોડમાં ખરીદવા તૈયાર થયા છે. ખાસ કરીને રાજસ્થાન ટુરીઝમ દ્વારા સકાબ નામના અશ્વના વીડિઓ YOUTUBE પર કરાતા અપલોડ કરાતા સલમાનખાનને ઘોડા અપાવનાર બ્રોકર દ્વારા અશ્વ માલિક સિરાજ ભાઈને મોબાઈલ પર સપર્ક કર્યો હતો અને  સકાબને ખરીદવાની તૈયારી બતાવી હતી પણ ઘોડાના માલિક ઘોડાને પરિવારના સભ્ય માની વેચવા ઇનકાર કરી રહ્યા છે.

આમતો સકાબ પાકિસ્તાની નસલનો ઘોડો છે.અને રાજસ્થાન, હરિયાણા અને ત્યારબાદ ગુજરાતના એમ ત્રણ અલગ અલગ માલિકો રહ્યા છે. આ ઘોડો રાજસ્થાનમાં પવન, હરિયાણામાં પતંગ અને ગુજરાતના ઓલપાડમાં સકાબ નામથી ઓળખાય છે.આ ઘોડો જેની પાસે ગયો તે માલિકનું નામ રોશન કર્યું છે.જોકે ઘોડાને તાકી નામની બીમારી એટલે કે એક આંખ બ્લેક અને બીજી સફેદ હોવાથી અશુભ માનવામાં આવતો હતો. છતાં ગુજરાતના ઓલપાડ ના અશ્વપ્રેમી સિરાજખાન પઠાણે રૂં. ૧૪ લાખમાં હરિયાણાના માલિક પાસેથી ખરીદયો હતો.જોકે સિરાજખાન માટે આ ઘોડો અપશુકનીયાળ નહી, પરંતુ  શુક્નીયાર સાબિત થયો છે.અત્યાર સુધીમાં સકાબ ૧૯ વાર ચેમ્પિયન બન્યો છે.

સિરાજખાન પઠાણને નાનપણ થી ઘોડા સાથે લગાવ છે, એમની પાસે સકાબ સિવાય અલગ અલગ નસલના દસ ઘોડા છે જેઓના નામ લીઝાર,સરીમ,ઝરીબ,બહર,મૂર્તઝીઝ ,સાજન,વર્ધ  અને માંચો છે. આમાં  બે ઘોડી પણ છે.જેમાં ઝરીબ નાની સવાલ રેસ માં ત્રણ વખત વિજેતા,બહર નામનો અશ્વ સ્થાનિક કક્ષાએ મોટી રવાલ માં
વિજેતા થયો છે.

સિરાજભાઈ અશ્વ ની સંભાળ માટે સાત જેટલા માણસો રાખ્યા છે.જેની તમામ કેર માણસો રાખે છે.અશ્વ પાછળ માસિક લાખોનો ખર્ચ થાય છે પણ અશ્વના શોખના કારણે આ ખર્ચ તેમના માટે સામાન્ય છે.
દસમાંથી સોથી પ્રિય અશ્વ સિરાજભાઈનો સકાબ છે. હાલમાં સકાબ ભારતનો નંબર વન ઘોડો બન્યો છે .બોલિવુડ અભિનેતા સલમાન ખાનના કરોડો પ્રશંસકો છે પરંતુ સલમાન સુરતના સકબ નામના અશ્વનો ફેન બની ગયો છે. દેશના 100 જેટલા અશ્વોની રેસમાં સુરત ઓલપાડનો સકબ પ્રથમ આવ્યો છે. આ અશ્વની ખાસ વાત આ છે કે તેની ઉપર સલમાન ખાનની નજર છે અને આજે તેની કિંમત દેશની મોંઘી કારો કરતા પણ વધુ છે.સાત વર્ષના સકાબ અત્યાર સુધીમાં 19 વાર રેસમાં ભાગ લીધો છે. સલમાન ખાનને સિંધી નસલનો સકબ એટલી હદે પસંદ આવ્યો છે કે તેના માટે રૂ. બે કરોડ આપવા તૈયાર છે.

હાલમાં રાજસ્થાનના ઐતિહાસિક શહેર જેસલમેરમાં સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજીત અશ્વ રેસમાં સબકે રણમાં 3 કિલોમીટર સુધી દોડીને પ્રથમ સ્થાન મેળવ્યુ છે. અંદાજે 100 જેટલા અશ્વોએ આ રેસમાં ભાગ લીધો હતો જેમાં પ્રથમ ત્રણમાં તમામ અશ્વો ગુજરાતના છે.

આમતો રાજા રજવાડાના સમયમાં અશ્વની બોલબાલા હતી, જોકે આજે પણ અશ્વ પ્રેમીઓ ઓછા થયા નથી અશ્વ પ્રર્ત્યે આજે પણ લોકોને માન છે ,સિરાજ ખાન જેવા લોકો આજે અશ્વ પાછળ એટલા દીવાના છે કે તેમના ઘોડાની કિંમત રૂ. ૧ કરોડ ,બે કરોડ બોલાય છે છતાં પણ વેચવા તૈયાર નથી.કેમકે અશ્વ પ્રત્યે લાગણી બંધાય ગઈ છે સકાબને આજે સિરાજ ખાન પરિવારનો સભ્ય માને છે તેમના માટે સકાબ ઘોડો નથી તેમનો દીકરો છે. દીકરા પ્રત્યે જેટલી લાગણી હોય એટલી લાગણી સકાબ પર્ત્યે છે.સકાબ પણ હજારોના ટોળામાં પોતાના માલિકને ઓળખી કાઢે છે અને હળહળાટી કરતો ઝૂમી ઉઠે છે.