NIFTY 9,445.40 +44.50  |  SENSEX 30,322.12 +133.97  |  USD 64.0550 -0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • આ ભારતીયને ધોનીનો ઉત્તરાધિકારી માને છે આ અંગ્રેજ ખેલાડી

આ ભારતીયને ધોનીનો ઉત્તરાધિકારી માને છે આ અંગ્રેજ ખેલાડી

 | 6:35 pm IST

આઈપીએલની 10મી સિઝનમાં જે યુવા ખેલાડીને લઈને સૌથી વધારે ચર્ચાઓ થઈ રહી છે, તે દિલ્હી ડેયરડેવિલ્સના વિકેટ કિપર અને બેટ્સમેન ઋષભ પંત છે. પિતાની મૃત્યુ બાદ પણ તેને આઈપીએલમાં જે રીતે બેટીંગ કરી તે જોઈને બધા જ હેરાન રહી ગયા છે. તેની બેટીંગ જોઈને તેમની ટીમના વિસ્ફોટક બેટ્સમેન સેમબિલિંગ્સ પણ હેરાન થઈ ગયો હતો અને તેને ટીમ ઈન્ડિયાના ભવિષ્યના એક મોટા ખેલાડીના રૂપમાં જોઈ રહ્યો છે.

પંત બનશે ધોનીનો ઉત્તરાધિકારી

બિલિંગ્સનું માનવું છે કે, જે દિવસે ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાના ગલબ્સ ખુંટી પર ટાંગશે તે દિવસે પંત ટીમ ઈન્ડિયામાં હશે. ધોનીના ઉત્તરાધિકારીને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. ઘણા બધા ખેલાડીઓના નામ પણ સામે આવ્યા છે, પરંતુ બિલિંગ્સ પંતને સૌથી આગળ માને છે.

વિકેટ પાછળ ધોનીની યાદ અપાવે છે પંત

સેમ બિલિંગ્સે કહ્યું કે, “મે મારા જીવનમાં જો સૌથી પ્રતિભાવાળો યુવા ખેલાડી દેખયો છે તો તે છે ઋષભ પંત.” “પંત દરેક રીતે શ્રેષ્ઠ છે પછી તે એક બેટ્સમેનના રૂપમાં હોય કે, પછી વિકેટકિપર, તે જે રીતે વિકેટ પાછળ ઉભો હોય છે ત્યારે ધોનીની યાદ અપાવે છે. મને આશા છે કે, જે દિવસ ધોની વનડે અને ટી-20ને અલવિદા કહેશે ત્યારે પંત ટીમ ઈન્ડિયામાં હશે.”

વર્લ્ડકલાસ બોલર્સની કરી ધોલાઈ

ઈંગ્લેન્ડના આ ધાકડ બેટ્સમેન પંતને જ્યારે નેટ પર બેટીંગ કરતો દેખ્યો તો હેરાન રહી ગયો. તેને કહ્યું કે, જ્યારે પાછલા વર્ષે મે નેટ પર જોયું તો હું હેરાન હતો તે નાથન કુલ્ટર નાઈલ અને ક્રિસ મોરિસ જેવા બોલર્સને સિક્સ ફટકારી રહ્યો હતો અને તે પણ કોટલાની બહાર, તેને જોઈને મને વિચાર આવ્યો કે જીસસ, આ છોકરો માત્ર 19 વર્ષનો છે.

1