Samana Attack On Kangana Ranaut and Akshay Kumar
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મુંબઇને PoK કહેનાર ‘નટી’ પર અક્ષય કુમાર કેમ ચુપ? શિવસેનાએ કર્યા આકરા પ્રહારો

મુંબઇને PoK કહેનાર ‘નટી’ પર અક્ષય કુમાર કેમ ચુપ? શિવસેનાએ કર્યા આકરા પ્રહારો

 | 11:23 am IST
  • Share

સામના દ્વારા શિવસેના દરરોજ કંગના રનૌત પર નિશાન સાંધી રહ્યું છે. સામનામાં ફરી એકવાર લખાયેલા લેખમાં કંગના પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. સંજય રાઉતે આ લેખમાં કંગનાને નટી કહી છે. તેમાં લખ્યું છે કે મુંબઈનું મહત્વ ઓછું કરવા માટે યોજનાબદ્ધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મુંબઈની સતત બદનામી એ જ કાવતરાનો એક ભાગ છે. મુંબઈને પાકિસ્તાન કહેનારી એક નટી (અભિનેત્રી)ની પાછળ કોણ છે? આ સિવાય સંજય રાઉતે કંગનાની વિરૂદ્ધ ન બોલવા બદલ અન્ય ફિલ્મી હસ્તીઓને પણ ખરું-ખોટું સંભળાવ્યું છે.

સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને ગ્રહણ લગાવાનો પ્રયાસ ફરી એકવાર શરૂ થઇ ગયો છે. આ ગ્રહણ બહારી (કંગના) લોકો લગાવી રહ્યા છે. પરંતુ તેમને વધુ મજબૂત બનાવવા માટે પરંપરા મુજબ આપણા જ ઘરના ભેદી આગળ આવ્યા છે. મુંબઇનું અપમાન કરનારી એક નટી (અભિનેત્રી)ના ગેરકાયદે બાંધકામ પર મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કર્યા બાદ મનપાનો ‘બાબર’ તરીકે કરાયો.

‘ગેરકાયદેસર બાંધકામ હથોડો ચાલ્યો તો મંદિરનું નાટક કર્યું’

શિવસેનાના પ્રવક્તાએ કહ્યું કે એક નટી (કંગના) મુંબઇમાં બેસીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની હાંસી ઉડાવે છે. પડકારો ફેંકવાની વાતો કરે છે. આ કેવા પ્રકારની એકતરફી આઝાદી છે? તેના ગેરકાયદેસર બાંધકામ પર હથોડો પડ્યો તો તેને કહ્યું આ મારું રામ મંદિર જ હતું, તેવું તેણે નાટક કર્યું. મુંબઈને પાકિસ્તાન કહેવું અને એ ‘પાકિસ્તાન’માં આવેલ ગેરકાયદે બાંધકામ પર સર્જીકલ સ્ટ્રાઇકની છાતી પીટવી, આ કેવા પ્રકારની રમત છે?

‘અક્ષય જેવા અભિનેતાએ આગળ આવવું જોઈએ’

સામનાએ લખ્યું છે કે હિન્દી ફિલ્મ ઉદ્યોગના કમ સે કમ અડધા ભાગે મુંબઈના અપમાનનો વિરોધ કરવા આગળ આવવું જોઈતું હતું. કંગનાનો અભિપ્રાય આખા ફિલ્મ જગતનો અભિપ્રાય નથી એવું કહેવું જોઇતું હતું. કમ સે કમ અક્ષય કુમાર વગેરે જેવા મોટા કલાકારોએ તો સામે આવવું જોઇતું હતું. મુંબઈએ તેમને પણ આપ્યું છે. મુંબઇએ બધાને કંઇકને કંઇક આપ્યું છે પરંતુ ઘણાને મુંબઈના સંદર્ભમાં કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં મુશ્કેલી પડે છે.

‘મુંબઈનો બળાત્કાર છતાંય મૌન’

સંજયે કહ્યું હતું કે દુનિયાભરના શ્રીમંત લોકોના ઘર મુંબઇમાં છે. જ્યારે મુંબઇનું અપમાન કરવામાં આવે છે ત્યારે આ બધા ડોક નમાવીને બેસી જાય છે. મુંબઈનું મહત્વ માત્ર શોષણ કરવા અને પૈસા કમાવવાનું જ છે. તો પછી જો કોઈ દરરોજ મુંબઈ પર બળાત્કાર કરે તો પણ ચાલશે. આ બધાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ‘ઠાકરે’ના હાથમાં મહારાષ્ટ્રની કમાન છે. તેથી ભૂમિપુત્રોના આત્મગૌરવ માટે રસ્તા પર જઇને રાડા વગેરે કરવાની જરૂર નથી. મહારાષ્ટ્ર અને ભૂમિપુત્રોનું ભાગ્યચક્ર મુંબઇની આજુબાજુ ફરે છે. મુંબઈ દેશનું હોય કે વિશ્વનું પરંતુ તેના પર મહારાષ્ટ્રનો પહેલો અધિકાર છે. જ્યારે-જ્યારે મુંબઈને દબાવ્યું ત્યારે-ત્યારે મહારાષ્ટ્રએ પ્રતિકાર કર્યો. જો આમાં કંઈક ખોટું હશે તો વડાપ્રધાન મોદીએ જ કહેવું જોઈએ!

મુંબઈને પાકિસ્તાન કહેનારા લોકો પાછળ ભાજપ

મુંબઈને પહેલા પાકિસ્તાન બાદમાં બાબર કહેનારાઓની પાછળ મહારાષ્ટ્રની ભારતીય જનતા પાર્ટી ઉભી છે, તેને દુર્ભાગ્ય જ કહેવું પડશે. મુંબઇના વિરોધમાં 60-65 વર્ષ પહેલાં કોંગ્રેસના કેટલાંક નેતાઓએ યોજનાબદ્ધ રીતે ષડયંત્ર કર્યું હતું. આ કાવતરાખોરોની છાતી પર પગ મૂકી ભૂમિપુત્રોએ સંયુક્ત મહારાષ્ટ્રનો ભગવો ધ્વજ લહેરાવ્યો હતો.

કોઈપણ કાદવ ઉછાળી શકશે નહીં?

કોઈ પણ ઉભું થાય અને મુંબઇ-મહારાષ્ટ્ર ઉપર કાદવ કીચડ ઉછાળે, હવે તો તેના પર પ્રતિબંધ મૂકાવો જોઇએ. દિલ્હી કે મહારાષ્ટ્રમાં કોઇનું પણ સરકાર હોય, કોઈ અજાણી શક્તિ આપણા મુંબઇના વિરોધમાં યોજનાબદ્ધ કાવતરાં કરી રહ્યું છે પરંતુ સંયુકત મહારાષ્ટ્ર માટે જેલના દરવાજા પર કતાર લગાવનાર ‘વીર’ આજે નિરાશ થઇ ગયા છે કે શું? ભૂમિપુત્રો અને મરાઠી સ્વાભિમાનને દબાવવાનો યોજનાબદ્ધ રીતે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના લોહીથી મરાઠી કોશિકાઓને ખત્મ કરવાનું એક કાવતરું રચવામાં આવી રહ્યું છે.

‘બિહાર ચૂંટણી જીતવા માટે સુશાંત અને કંગનાનું સમર્થન’

મુંબઈને પાકિસ્તાન અને બીએમસીને બાબરની સેના કહેનારાઓની પાછળ મહારાષ્ટ્રનો મુખ્ય વિરોધી પક્ષ ઉભો હોય છે, આ વિચિત્ર છે. પરંતુ તેમને સુશાંત અને કંગનાને ટેકો આપીને બિહારની ચૂંટણી જીતવાની છે. બિહારના ઉચ્ચ વર્ગના રાજપૂત, ક્ષત્રિય મતો મેળવવાનો આ પ્રયાસ છે. તેના માટે પણ મહારાષ્ટ્રનું અપમાન થયું તો પણ ચાલશે. આ નીતિને ‘રાષ્ટ્રીય’ કહેનારાઓને આ શોભશે નહીં. મહારાષ્ટ્રનું અપમાન કરવા બદલ દિલ્હીમાં એક પણ મરાઠી કેન્દ્રીય મંત્રીને ખરાબ લાગ્યું નથી. તેના ઉપર રોષે ભરાઇ રાજીનામા વગેરે આપવાની વાત તો છોડી જ દો.

રાજ ઠાકરે એ ધમકી આપી

સંજય રાઉતે કહ્યું કે ઠાકરે મહારાષ્ટ્રમાં આત્મગૌરવની એક બ્રાન્ડ છે. બીજી અગત્યની બ્રાન્ડ પવાર નામથી ચાલે છે. આ બ્રાન્ડ્સને મુંબઇમાંથી નાશ કરવી પડશે અને ત્યારબાદ મુંબઈ પર કબજો જમાવાનો છે. આ કાવતરાનો ફરી એકવાર પર્દાફાશ થઇ ગયો છે. રાજ ઠાકરે પણ આજે આ જ બ્રાન્ડના એક ઘટક છે અને તેમને ભવિષ્યમાં તેના પરિણામ ભોગવવા પડશે. શિવસેનાની સાથે તેમનો મતભેદો હોઈ શકે છે પરંતુ આખરે મહારાષ્ટ્ર ઠાકરે બ્રાન્ડનું જોર હોવું જ જોઈએ. ઠાકરે બ્રાન્ડનું જે દિવસે પતન થશે તે દિવસથછી મુંબઇનું પતન શરૂ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન