Samantha Ruth Prabhu's First Public Appearance After Divorce With Naga Chaitanya
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા પછી સામંથા પહેલી વાર દેખાઈ જાહેરમાં

નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા પછી સામંથા પહેલી વાર દેખાઈ જાહેરમાં

 | 4:29 pm IST
  • Share

  • છૂટાછેડા પછી સામંથા પહેલીવાર દેખાઈ જાહેરમાં

  • Evaru Meelo Koteeswarulu શોમાં જોવા મળી

  • તાજેતરમાં નાગા ચૈતન્યથી લીધા છૂટાછેડા

સાઉથ સિનેમાની સુપરહિટ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ છૂટાછેડા બાદ પ્રથમ વખત જાહેરમાં હાજરી આપી હતી. સામંથા જુનિયર NTR ના ગેમ શો ‘Evaru Meelo Koteeswarulu’, (કૌન બનેગા કરોડપતિની તેલુગુ આવૃત્તિ)માં ગેસ્ટ સેલિબ્રિટી તરીકે જોવા મળી હતી. આ શોનો પ્રોમોમાં સામંથા હોટસીટ પર બેસીને પ્રશ્નોના જવાબ આપતી જોવા મળી રહી છે.

સામંથા અને જુનિયર NTR મસ્તીના મૂડમાં

‘Evaru Meelo Koteeswarulu’ શોના નવરાત્રિ સ્પેશિયલ એપિસોડમાં સામંથા જુનિયર NTR ગેમ રમવાની સાથે સાથે થોડી મસ્તીના મૂડમાં જોવા મળ્યાં હતા. જણાવી દઈએ કે આં શોની પહેલી બે સીઝન નાગાર્જુને હોસ્ટ કરી હતી. સામંથાના લગ્ન નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્ય સાથે થયા હતા. શોની ચોથી સીઝન ચિરંજીવી દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી અને અત્યારની સીઝન જુનિયર NTR હોસ્ટ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી છુટા થવાની માહિતી

સામંથા અને નાગા ચૈતન્યએ 2 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના છૂટાછેડાની સત્તાવાર જાહેરાત કરી હતી. સામંથાએ લખ્યું – ઘણું વિચાર્યા પછી, મેં અને ચૈતન્યએ પતિ અને પત્ની તરીકે અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમને ખાતરી છે કે આ મિત્રતા હંમેશા અમારી વચ્ચે એક અલગ બંધન બનાવી રાખશે.

સામંથા અને નાગા ચૈતન્યના લગ્ન ઓક્ટોબર 2017માં થયા હતા. લગ્ન પહેલા બંનેએ થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યું હતું. બંનેએ ઘણી ફિલ્મો અને જાહેરાતોમાં સાથે કામ કરી ચુક્યા છે. હવે ચાર વર્ષ બાદ સાઉથની આ પ્રખ્યાત જોડી અલગ થઈ ગઈ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો