મુંબઈ, પૂણે સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં હિંસા ભડકાવવા પાછળ આ 2 માસ્ટરમાઈંડ? - Sandesh
NIFTY 10,556.25 +30.05  |  SENSEX 34,402.52 +70.84  |  USD 65.7450 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મુંબઈ, પૂણે સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં હિંસા ભડકાવવા પાછળ આ 2 માસ્ટરમાઈંડ?

મુંબઈ, પૂણે સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં હિંસા ભડકાવવા પાછળ આ 2 માસ્ટરમાઈંડ?

 | 5:42 pm IST

ભીમા કોરેગાંવમાં થયેલી જાતિય હિંસાની જ્વાળા સમગ્ર મહારાષ્ટ્રમાં ફેલાઈ હતી. મુંબઈ અને પૂણે પણ આ જ્વાળાનો શિકાર બન્યાં હતાં. ઠેર ઠેર તોડફોડ અને આગ ચંપીની ઘટના ઘટી હતી. પરંતુ સમગ્ર હિંસા પાછળ બે માસ્ટરમાઈંડ હોવાનું કહેવાય છે. નામ છે સંભાજી ભિડે ગુરૂજી અને મિલિંદ એકબોટે. બંને વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સંભાજી ભિડે ગુરૂજી અને મિલિંદ એકબોટે મહારાષ્ટ્રના મોટા ગજાના દક્ષિણપંથી નેતાઓ છે. સંભાજી ભિડે મહારાષ્ટ્રમાં શિવ પ્રતિષ્ઠાન નામનું સંગઠન ચલાવે છે જ્યારે મિલિંદ એકબોટે હિંન્દૂ એકતા આઘાડીનું નેતૃત્વ કરે છે.

તાજેતરમાં 200 વર્ષ પહેલા ખેલાયેલા એક યુદ્ધને લઈને સમગ્ર મહારાષ્ટ્રમાં જતિય હિંસા ભડકવવાનો આરોપ જેમના પર લાગી રહ્યો છે તેવા આ બંને નેતાઓ કંઈ પહેલીવાર ચર્ચામાં નથી આવ્યાં. આ પહેલા પણ 85 વર્ષના સંભાજી ભિડે 2008માં ફિલ્મ જોધા અકબરની રિલીઝ દરમિયાન ચર્ચામાં આવ્યાં હતાં. ફિલ્મ વિરૂદ્ધ ભિડેના સમર્થકોએ અનેક સિનેમાઘરોમાં તોડફોડ કરી હતી. તે ઉપરાંત 2009માં તેમને સાંગલી જીલ્લામાં એક ગણેશ પંડાલમાં અફઝલ ખાનનો રોલ કરતા કલાકારોને રોક્યાં હતાં.

જ્યારે મિલિંદ એકબોટે પર 12 કેસ નોંધાયેલા છે. જેમાં રમખાણો ભડકાવવા સહિતના કેસે સામેલ છે. પહેલા જ્યારે એકબોટે પુણેમાં કોર્પોરેટર હતાં ત્યારે હજ ગાઉસના નિર્માણ મુદ્દે એક મુસ્લિમ કોર્પોરેટર સાથે ઝપાઝપી પર ઉતરી આવ્યાં હતાં.

હવે ફરી એકવા ભિડે અને એકબોટે પર હિન્દુત્વના નામે ભીમા કોરેગાંવમાં દલિતો પર હુમલા કરાવવાના આરોપ લાગ્યાં છે. કેહવાય છે કે હિંસા ભડકવાનું મુખ્ય કારણ દલિત ગણપતિ મહારનું સમાધિ સ્થળ છે. જ્યાં આ બંને નેતાઓના સમર્થકો તોડફોડ કરી હતી. ગણપતિ મહાર દલિત છે જેમણે સંભાજી રાજેના અંતિમ સંસ્કાર કર્યા હતાં. તેમણે પોતાના હાથે સંભાજીની સમાધી બનાવી હતી, પરંતુ ભિડે અને એકબોટેનું માનવું છે કે સંભાજી રાજેના અંતિમ સંસ્કાર દલિતે નહીં પણ ભીમા નદી કિનારે મરાઠાઓએ કર્યાં હતાં.

ભિડે અને એકબોટે લાંબા સમયથી સરકારી રેકોર્ડમાંથી ગણપત મહારનો ઈતિહાસ બદલવાની માંગણી કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, આ મામલે સરકાર તથ્યોને ફરીથી ચકાશે અને સાચો ઈતિહાસ લોકો સુધી પહોંચાડે.