મોદી અને ટ્રમ્પનો મનીલામાં એકસરખો `ગણવેશ', સર્જાયું આશ્ચર્ય - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મોદી અને ટ્રમ્પનો મનીલામાં એકસરખો `ગણવેશ’, સર્જાયું આશ્ચર્ય

મોદી અને ટ્રમ્પનો મનીલામાં એકસરખો `ગણવેશ’, સર્જાયું આશ્ચર્ય

 | 7:29 pm IST

આસિયાન બેઠકમાં ભાગ લેવા માટે ફિલિપિન્સની રાજધાની મનીલા આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે  મુલાકાત થઈ હતી. બંને મહાનુભાવોએ એક સરખા વસ્ત્રો પરિધાન કર્યા હતાં. આ અંગેની તસવીર જોઈ લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે અને વિચારી રહ્યા છે આમ કેવી રીતે થાય ?

એક યુઝરે ટ્વીટ કરતાં લખ્યું હતું કે આ બધાએ એક સમાન કોટ કેમ પહેર્યા છે ? બીજા એક યુઝરે એવી કમેન્ટ કરી છે કે જોડિયા-જોડિયા. અન્ય એક યુઝરે લખ્યું હતું કે આ ટ્રમ્પ તો એકદમ ભારતીય થઈ ગયા.

મનીલામાં બધા જ નેતાઓએ  ફિલિપિન્સના પરંપરાગત વસ્ત્રો પરિધાન કર્યા છે અને તેઓ એકબીજાને મળી રહ્યા છે. આસિયાન બેઠક નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત જાપાનના વડાપ્રધાન શિંજો આબે અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન માલ્કમ ટર્નબુલને પણ મળનાર છે.

૩ દિવસની ફિલિપીન્સની મુલાકાતના પ્રથમ દિવસે જ પીએમ મોદીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઔપચારિક મુલાકાત કરી હતી. છેલ્લા ચાર મહિનામાં પીએમ મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પની આ બીજી મુલાકાત છે. આ પહેલાં તેઓ જુલાઈમાં જર્મની ખાતે આયોજિત જી-૨૦ દેશોનાં શિખર સંમેલનમાં મળ્યા હતા.

પીએમ મોદી સોમવારે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ, જાપાનના પીએમ શિન્જો આબે, ઓસ્ટ્રેલિયન પીએમ માલ્કમ ટર્નબુલ, વિયેટનામના પીએમ ગુયેન શુઆન ફુક, ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા આર્ડર્ન અને બ્રુનેઇના સુલતાન હસનલ બોલ્કિયાહ સાથે મુલાકાત કરશે. પીએમ મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ વચ્ચે સોમવારે ૪૫ મિનિટની દ્વિપક્ષીય મુલાકાત યોજાશે.