સમીર વર્મા હૈદરાબાદ ઓપન બેડમિન્ટનમાં ચેમ્પિયન બન્યો - Sandesh
  • Home
  • Sports
  • સમીર વર્મા હૈદરાબાદ ઓપન બેડમિન્ટનમાં ચેમ્પિયન બન્યો

સમીર વર્મા હૈદરાબાદ ઓપન બેડમિન્ટનમાં ચેમ્પિયન બન્યો

 | 3:41 am IST

હૈદરાબાદ

ભારતીય બેડમિન્ટન ખેલાડી સમીર વર્માએ મલેશિયાના સુંગ જૂ વેનને પરાજય આપી હૈદરાબાદ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું હતું. સુપર ૧૦૦ લેવલની ૭૫ હજાર યુએસ ડોલર ઇનામી રકમવાળી આ ચેમ્પિયનશિપમાં ૩૭ મિનિટ સુધી ચાલેલી મેચમાં સમીરે ૨૧-૧૫, ૨૧-૧૮થી વિજય મેળવ્યો હતો. સમીર વર્માનું આ વર્ષે બીજું ટાઇટલ છે. આ પહેલાં સમીરે ગત ફેબ્રુઆરીમાં સુપર ૩૦૦ લેવલની સ્વિસ ઓપન ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું હતું.

પ્રથમ સેટમાં સુંગ જૂ વેને શરૂઆતમાં લીડ જાળવી રાખતાં ૧૩-૭ની લીડ મેળવી હતી પરંતુ સમીર ત્યાર બાદ ૧૧-૧૫થી પાછળ હતો ત્યારે તેણે સતત ૧૦ પોઇન્ટ મેળવી પ્રથમ સેટ ૨૧-૧૫થી જીતી લીધો હતો. બીજા સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે શરૂઆતથી સંઘર્ષ જોવા મળ્યો હતો. બંને એક સમયે ૧૦-૧૦ની બરાબરી પર રહ્યા હતા. સમીરે ત્યારબાદ ૧૩-૧૦ની લીડ મેળવી હતી અને અંત સુધી લીડ જાળવી રાખતાં બીજો સેટ ૨૧-૧૮થી જીતી ટાઇટલ જીત્યું હતું.

ડબલ્સમાં સાત્વિક-ચિરાગની જોડી ચેમ્પિયન

સાત્વિકસાંઇરાજ રેન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ઇન્ડોનેશિયાના અકબર બિનટેંગ કાહયોનો અને મોહંમદ રેઝા પેહલેવી ઇસ્ફાહાનીની જોડીને ૨૧-૧૬, ૨૧-૧૪થી હરાવી પુરુષ ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. મિક્સ ડબલ્સમાં ભારતના પ્રણવ જેરી ચોપરા અને એન. સિક્કી રેડ્ડીની જોડીનો ઇન્ડોનેશિયાના અકબર બિનટેંગ કાહયોનો અને વિની ઓકટાવિના કેન્ડોની જોડી સામે ૨૧-૧૫, ૧૯-૨૧, ૨૩-૨૫થી પરાજય થતાં રનર અપથી સંતોષ માનવો પડયો હતો.