આજથી Samsung Carnivalનો પ્રારંભ, આ સ્માર્ટફોન ઉપર મળી રહ્યું છે ધમાકેદાર ડિસ્કાઉન્ટ - Sandesh
  • Home
  • Technology
  • આજથી Samsung Carnivalનો પ્રારંભ, આ સ્માર્ટફોન ઉપર મળી રહ્યું છે ધમાકેદાર ડિસ્કાઉન્ટ

આજથી Samsung Carnivalનો પ્રારંભ, આ સ્માર્ટફોન ઉપર મળી રહ્યું છે ધમાકેદાર ડિસ્કાઉન્ટ

 | 3:00 pm IST

સેમસંગ કાર્નિવલ ફ્લિપકાર્ટ પર એક વાર ફરીથી પાછો આવી ગયો છે. ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર સેમસંગ કાર્નિવલ 12થી 14 જૂન સુધી એટલે કે 3 દિવસ ચાલશે. ત્રિદિવસીય ચાલનાર કાર્નિવલમાં ગેલેક્સી એસ8, ગેલેક્સી એસ8+, ગેલેક્સી ઓન નેક્સ્ટ અને ગેલેક્સી જે3 પ્રો પર આકર્ષક ઓફર મળી રહી છે.

1. સૌથી પહેલા વાત Samsung Galaxy S8+ની, આ ફોન કાર્નિવલમાં 10,000 રૂપિયાની છૂટની સાથે 43,990 રૂપિયામાં મળશે. જ્યારે ગેલેક્સી એસ8ને 12,000 રૂપિયાની છૂટની સાથે 37,990 રૂપિયામાં ખરીદી શકો છો.
2. સેમસંગ ગેલેક્સી ઓન નેક્સ્ટ 64 જીબી અને 16 જીબી વેરિયન્ટ ઉપર પણ છૂટ મળી રહી છે. 7,000 રૂપિયાની છૂચની સાથે 64 જીબી વેરિયન્ટ 10,900 રૂપિયા જ્યારે 3,009 રૂપિયાની છૂટની સાથે 16 જીબી વેરિયન્ટ 8,990 રૂપિયામાં ખરીદી શકાય છે.
3. સેમસંગના લોકપ્રિય મિડ-રેંજ સ્માર્ટફોન ગેલેક્સી જે3 પ્રો આ કાર્નિવલમાં 1,800 રૂપિયાની છૂટની સાથે 6,690 રૂપિયામાં ખરીદવા માટે ઉપલબ્ધ છે.
4. સેમસંગ ગેલેક્સી ઓન5 સ્માર્ટફોનને 2,991 રૂપિયાની છૂટની સાથે 5,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
5. સ્માર્ટફોન સિવાય સેમસંગની 32 ઈંચની ફ્લેટ એચડી ટીવીને પણ સેલમાં 10,901 રૂપિયાના ફાયદાનીસાથે ખરીદી શકાય છે. તેના સિવાય સેમસંગના 324 લીટર સ્માર્ટ કનવર્ટિબલ 5ઈન 1 રેફ્રિજરેટર પર 5,860 રૂપિયાની બચત થઈ શકે છે.

ત્રિદિવસીય ચાલનારા આ કાર્નિવલમાં એચડીએફસી બેંક ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડની સાથે ખરીદી કરવા પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર ઈએમઆઈ ટ્રાન્જેક્શન ઉપર પણ મળશે. તેના સિવાય તમામ મોટી બેંકોના કાર્ડ્સ પર 9 કોસ્ટ ઈએમઆર ઓફર પણ છે. તમામ સ્માર્ટફોનને એક્સચેંજ ઓફર્સની સાથે ખરીદી શકાય છે.