technology: samsung galaxy a20e launched in europe
  • Home
  • Technology
  • સેમસંગનો સસ્તો સ્માર્ટફોન થયો લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

સેમસંગનો સસ્તો સ્માર્ટફોન થયો લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

 | 2:55 pm IST

વર્ષ 2019ની શરૂઆતથી સેમસંગે તેના ઘણા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ પ્રક્રિયા ચાલુ રાખતા કંપનીએ તાજેતરમાં થાઇલેન્ડમાં એક ઇવેન્ટ દરમિયાન તેના 7 નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. આ લોન્ચને હજુ કેટલાક દિવસ થયા હતા ત્યા તો કંપનીએ યુરોપમાં Galaxy A Seriesનો બીજો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.

યુરોપમાં કંપનીએ Galaxy A20ના સસ્તા વેરિએન્ટ Galaxy A20e ને રજૂ કર્યા છે. આ ફોનની કિંમત સેમસંગે 179 યુરો નક્કી કરી છે. જે ભારતીય રૂપિયા દીઠ 13,910 રૂપિયા છે. બ્લેક અને વ્હાઈટ કલર વિકલ્પ સાથે આવતા આ ફોનનું વેચાણ આ મહિનાના અંતથી યુરોપમાં શરૂ થશે.

Galaxy A20eની વિશિષ્ટતાઓ:
આ ફોનમાં 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે એક્સિનોસ પ્રોસેસર રજૂ કરવામાં આવ્યો છે. જો જરૂરી હોય તો, માઇક્રો એસડી કાર્ડની મદદથી ફોનની મેમરી 512 GB વધારી શકાય છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ 9.0 પાઇ પર બેસ્ડ Samsung One UI સિસ્ટમ પર કામ કરે છે.

ડિસ્પ્લેની વાત કરીએ તો આ ફોનમાં 720×1560 પિક્સલ રેજોલ્યુએશનની સાથે 5.8-ઇંચ એચડી પ્લસ ઇનફિનિટી-વી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ડ્યુઅલ સિમ સુવિધાવાળા આ ફોનમાં ફોટોગ્રાફી માટે 13 મેગાપિક્સલ + 5 મેગાપિક્સલ ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. ફોનમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન