samsung galaxy a50s galaxy a30s launched in india
  • Home
  • Featured
  • ટ્રિપલ રિયર કેમેરા સાથે લોન્ચ થયા આ દમદાર સ્માર્ટફોન, જાણો તેની વિશેષતા અને કિંમત

ટ્રિપલ રિયર કેમેરા સાથે લોન્ચ થયા આ દમદાર સ્માર્ટફોન, જાણો તેની વિશેષતા અને કિંમત

 | 8:43 am IST

સેમસંગે કોઇપણ ઇવેન્ટ વગર ગેલેક્સી A50s અને ગેલેક્સી A30s ભારતમાં લોન્ચ કરી દિધા છે. સેમસંગના આ બે નવા એન્ડ્રોઇડ ફોન્સ ગેલેક્સી A50 અને ગેલેક્સી A30 એ અપગ્રેડેડ વર્ઝન છે. તેને આ વર્ષોની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. નવા મોડલમાં નવી ડિઝાઇન, અપગ્રેડેડ ટ્રિપલ કેમેરા સિસ્ટમ અને ફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે Galaxy A50sમાં 4GB અને 6GB રેમના વિકલ્પમાં ઉપલબ્ધ હશે, તો Galaxy A30s માત્ર 4GB મોડલમાં મળશે. A50s ના 6GB/128GB મોડલની કિંમત 24,999 રૂપિયા અને 4GB/128GB મોડલની કિંમત 22,999 રૂપિયા રાખવામાં આવી છે. તો A30s ના 4GB/64GBની કિંમત 16999 રૂપિયા રાખવામાં આવી છે. આ બંન્ને ફોનના સેલની શરૂઆત 11 સપ્ટેમ્બરથી થઇ ગઇ છે.

ઓફરની વાત કરીએ તો જિયો ગ્રાહકોને 198 રૂપિયા અને 299 રૂપિયાના રિચાર્ઝ પર ડબલ ડેટાનો લાભ મળશે. તો એરટેલ યૂઝરોને ડબલ ડેટાનો લાભ 249 રૂપિયા અને 349 રૂપિયાના પ્લાનમાં મળશે.

Samsung Galaxy A50s સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે 6.4 ઇંચ FHD+ (1080×2340) સુપર AMOLED ઇનફિનિટી-U ડિસ્પ્લે આપવામાં આવી છે. Galaxy A50sમા 6GB સુધી રેમ અને 128GB સ્ટોરેજની સાથે Exynos 9610 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

આ સાથે તેમાં માઇક્રોએસડી કાર્ડનો સપોર્ટ પણ ગ્રાહકોને મળશે. Galaxy A50sના રિયરમાં પણ ટ્રિપલ કેમેરા સેટઅપમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરા અને 5 મેગાપિક્સલ ડેફ્થ સેન્સર આપવામાં આવ્યું છે.તેની બેટરી 4,000mAhની છે.

Galaxy A30sમાં 6.4-ઇંચ HD+ સુપર AMOLED ઇનફિનિટી-V ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. તેમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજની સાથે ઓક્ટો-કોર Exynos 7904 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની ઇન્ટરનલ મેમરી કાર્ડની મદદથી 512 જીબી સુધી વધારી શકાય છે.

Galaxy A30sમાં 25 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગાપિક્સલ ડેફ્થ સેન્સર અને 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરા આપવામાં આવ્યો છે. તેની બેટરી 4,000mAhની છે, સાથે અહીં 15W ફાસ્ટ ચાર્જિંગનું સપોર્ટ પણ આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન