Samsung Galaxy A51 - A71 have special feature to maintain your privacy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Impact Feature : મોબાઇલની દુનિયામાં સૌ પ્રથમ વખત, પ્રાઇવસી માટે હવે સેમસંગ ગેલેક્સી A51 અને A71માં ઉમેરાયું આ ખાસ ફીચર

Impact Feature : મોબાઇલની દુનિયામાં સૌ પ્રથમ વખત, પ્રાઇવસી માટે હવે સેમસંગ ગેલેક્સી A51 અને A71માં ઉમેરાયું આ ખાસ ફીચર

 | 3:24 pm IST

Impact Feature : આજકાલ દરેકના મોબાઇલમાં ઘણો ખાનગી ડેટા હોય છે જેમાં અલગ અલગ એપ્સથી લઇને કન્ટેન્ટનો સમાવેશ થાય છે. અને લોકો તેમના આ ખાનગી ડેટાની સલામતીને લઇને ચિંતા સેવતા હોય છે ત્યારે હવે સેમસંગ ગેલેક્સી A51 અને A71માં આ માટે ખાસ ક્વિક સ્વીચ (Quick Switch) અને કન્ટેન્ટ સજેશન્સ ફીચર ઉમેરવામાં આવ્યું છે જેથી લોકો ચીંતારહીત રહીને મોબાઇલનો ઉપયોગ કરી શકે.

દરેક લોકોનું જાહેર જીવનની જેમ એક ખાનગી જીવન હોય છે અને તેઓ હંમેશા એવું ઇચ્છે કે તે ખાનગી જ રહે. દરેકના ફોનમાં ઘણું બધુ હોય છે જેમાં મિત્રો સાથે કોફી પીવા ગયા સમયે પાડેલા ફોટોઝ, અન્ય કોઇ એપ્લીકેશન કે વીડિયોઝ કે પછી ગુગલમાં સર્ચ કરેલી કોઇ વસ્તુનો સમાવેશ થાય છે. અને જ્યારે મોબાઇલ નાના બાળકો કે પછી કોઇ મિત્ર કે નાના ભાઇ-બહેનના હાથમાં આવે ત્યારે મોબાઇલમાં રહેલા આ ખાનગી ડેટાને લઇને લોકોનો જીવ અધ્ધર થઇ જતો હોય છે. આ એવી સ્થિતી છે જેમાં તમે મોબાઇલ આપવાનો ઇન્કાર પણ કરી શકતા નથી અને મોબાઇલ આપવામાં પણ ખાનગી બાબતો ખુલ્લી થવાનો ભય પણ સતાવતો હોય છે.

પરંતુ હવે તમારી આ ચિંતાનું નિરાકરણ આવી ગયું છે. હવે તમે જોડાઓ Alt Z Life સાથે જ્યાં તમારી ખાનગી વાતો ખાનગી જ રહેશે. લોકોની આ સમસ્યાનું સમાધાન માટે સેમસંગ ઇન્ડસ્ટ્રીઝમાં સૌ પ્રથમ વખત પ્રાઇવસી ફીચર ક્વિક સ્વિચ (Quick Switch) લઇને આવ્યું છે. જે તમારી ચીંતાઓને ઘટાડવામાં મદદરૂપ થશે જ્યારે તમે તમારો મોબાઇલ કોઇને આપો છો ત્યારે તમારે ફક્ત પાવર કી પર ડબલ ક્લિક કરવાનું છે.

ક્વિક સ્વિચ (Quick Switch) અને કન્ટેન્ટ સજેશન્સ (જે તમને તમારા ખાનગી ફોટાને ઓળખવામાં અને સુરક્ષિત કરવામાં સહાય કરે છે) સેમસંગની ‘મેક ફોર ઈન્ડિયા’ પહેલ હેઠળ રજૂ કરવામાં આવ્યા છે, અને ગેલેક્સી A71 અને ગેલેક્સી A51 માં તેને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

ચાલો સુવિધાઓ વિશે વધુ જાણીએ.

ક્વિક સ્વીચ: તમારી ખાનગી વાતોને ખાનગી અને સુરક્ષિત રાખવાની સૌથી ઝડપી રીત

શું તમે એવા લોકોમાંથી એક છો કે જ્યારે તેઓ જ્યારે લંચ કે પછી ટી બ્રેક સમયે તેઓના સ્માર્ટફોનને વર્ક ડેસ્ક પર છોડી દે છે ? શું તમે તેમાંથી એક છો કે જે અન્ય લોકોને તેમના ફોન પર આર્ટીકલ કે ડોક્યુમેન્ટ્સ વાંચવાની મંજૂરી આપે છે ? તો ક્વિક સ્વિચ હવે હાજર છે જે તમારી ખાનગી બાબતો ખાનગી રહે તેનું ધ્યાન રાખશે.

ક્વિક સ્વિચ Alt Z Life માટેની દરેક જરૂરીયાતો પુરી કરે છે. તે સરળ પણ છે અને સીમલેસ પણ છે. જ્યારે તમારે તમારો સ્માર્ટફોન અન્ય લોકો સાથે શેર કરવો હોય ત્યારે તમારે ફક્ત પાવર કી પર ડબલ ટેપ કરવાનું છે. ક્વિક સ્વિચ સુવિધાનો ઉપયોગ ફક્ત ગેલેરી જ નહીં પરંતુ વેબ બ્રાઉઝર અને વ્હોટ્સએપ જેવા અન્ય એપ્લિકેશન્સને ખાનગી અને પબ્લિક કરવા માટે પણ થઈ શકે છે. અને જ્યારે મોડ ચેન્જ કરશો ત્યારે તે કોઇના ધ્યાને પણ નહીં આવે.

હવે જ્યારે કોઈ તમારી ગેલેરી જોવા માંગે છે, ત્યારે તમે તેને પબ્લિક વર્ઝન બતાવી શકો છો. અને એક ખાનગી ફોલ્ડરમાં સંગ્રહિત ખાનગી સામગ્રીને ફક્ત તમે જ જોઇ કે એક્સેસ કરી શકશો. તમે જે ફોટા અન્ય લોકો સાથે શેર કરવા માંગતા નથી તે બધા ફોટા સુરક્ષિત ખાનગી ફોલ્ડરમાં રાખવામાં આવશે, જે ડિફેન્સ ગ્રેડ સેમસંગ નોક્સ દ્વારા સંચાલીત છે.

સિક્યોર ફોલ્ડરમાં કન્ટેન્ટ સજેશન્સ એ ‘On-Device AI’ ફિચર છે. કન્ટેન્ટ સજેશન્સ ગેલેરીમાંની કેટલીક ઇમેજોને સીક્યોર ખાનગી ફોલ્ડરમાં મોકલવા માટે ‘On-Device AI-powered’ સર્ચ એન્જિનનો ઉપયોગ કરે છે. આ માટે તે પહેલા સિક્યોર ફોલ્ડરમાં મુકેલી ઇમેજના આધારે તે આ ઇમેજનો સર્ચ કરીને તેને સિક્યોર કરે છે.

વપરાશકર્તા લોકો અને ચહેરાઓ અને તે પણ પ્રકારની ઇમેજને તે અલગ કરી શકે છે. જેને તેઓ ખાનગી તરીકે ટેગ કરવા માંગે છે. ત્યારબાદ, સામગ્રી સૂચનો ફોટાઓને ખાનગી ગેલેરીમાં ખસેડવા માટે સજેશન આપશે જ્યાં અન્ય કોઇ આ સામગ્રીને એક્સેસ કરી શકશે નહીં.

વપરાશકર્તાની ગોપનીયતા વધારવા માટે, ઓન-ડિવાઇસ એઆઇ સોલ્યુશન એ ઉપકરણની અંદરની જ આ બધી પ્રક્રિયા કરે છે, અને તેનું અન્ય કોઈ સર્વર અથવા ક્લાઉડ સાથે કોઈ જોડાણ નથી. સેમસંગ દ્વારા પ્રથમ વખત આ સુવિધાઓ મીડ રેન્જ સેગમેન્ટમાં લાવવામાં આવી છે અને અમને આનંદ છે કે અમે ગ્રાહકોની ગોપનીયતાને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. વપરાશકર્તાની જરૂરીયાતના આધારે આપવામાં આવેલા આ ફીચર સંપુર્ણ ગોપનીયતાનું નિયંત્રણ પ્રદાન કરે છે જેના કારણે યુઝર સંપુર્ણ માનસીક શાંતી અનુભવશે.

નોક્સ સિક્યોરીટી

ગેલેક્સી A51 અને ગેલેક્સી A71 મોબાઇલ સેમસંગ નોક્સ દ્વારા સુરક્ષિત છે, મલ્ટિ-લેયર્ડ ડિફેન્સ-ગ્રેડ સિક્યુરિટી પ્લેટફોર્મ, જે યુઆઈ સોફ્ટવેરમાં બનાવવામાં આવ્યું છે, જે ગૂગલના એન્ડ્રોઇડ ઓએસ પર આધારિત છે. આ સૈન્ય-સ્તરની ગોપનીયતા સિસ્ટમ તમારા સ્માર્ટફોન પર તમારા બધા ડેટાને એન્ક્રિપ્ટ કરે છે અને સુરક્ષિત કરે છે.

અન્ય કોઈ સ્માર્ટફોન બ્રાન્ડ વપરાશકર્તાઓની વપરાશકર્તાઓની ગોપનીયતાને લઇને એટલા ચિંતિત નથી. ત્યારે વપરાશકર્તાના હિતમાં સેમસંગ આ મામલે અગ્રેસર રોલ અદા કરી રહ્યું છે. તો Alt Z Life જીવવા માટે અને ચીંતારહીત ખાનગી વાતોને ખાનગી રાખવા માટે આજે જ ઓર્ડર કરો ગેલેક્સી A51 અને ગેલેક્સી A71 જે તમારી અત્યાર સુધીની શ્રેષ્ઠ પસંદગીઓમાંની એક બની રહેશે.

નોંધ : આ સ્ટોરીનો હેતું જાહેરાતનો છે. તેમાં કરવામાં આવેલા દાવાઓ કે આપવામાં આવેલા વચનો અંગે સંદેશની કોઇ જવાબદારી રહેશે નહીં.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન