Samsung Galaxy A51 and A71 pack a punch with flagship features
  • Home
  • Technology
  • Samsung Galaxy A51 અને A71માં છે ઉચ્ચત્તમ પ્રાઇવસી ફ્લેગશિપ ફીચર્સ અને આકર્ષક રંગો

Samsung Galaxy A51 અને A71માં છે ઉચ્ચત્તમ પ્રાઇવસી ફ્લેગશિપ ફીચર્સ અને આકર્ષક રંગો

 | 4:50 pm IST

Impact Features : આજકાલ લોકો કોઇપણ જગ્યાએ જાય ત્યારે સેલ્ફી લેવાનું ચુકતા નથી. આ સેલ્ફીને બાદમાં તેઓ મિત્રો સાથે શેર કરે છે કે સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે. આજકાલ દરેકના ફોનમાં આવી સંખ્યાબંધ સેલ્ફી અને ફોટોઝ હોય છે. પરંતુ જ્યારે કોઇ આને જોઇ જાય તે ચોક્કસ આપણને પસંદ ન પડે કારણ કે ક્યારેક આપણા ફોટોઝ આપણા માટે સંકોચનું કારણ બની શકે છે. આમ તો આપણે આપણા મોબાઇલને સુરક્ષિત રાખવા માટે લોકસ્ક્રીન પાસવર્ડ રાખીએ છીએ, પરંતુ જો કોઇ તમને તમારો પાસવર્ડ પૂછે તો ? તમે ના કેવી રીતે પાડી શકો ?

અથવા તો પછી તમે માત્ર તમારા નજીકના મિત્રો સાથે શેર કરવા માટે કોઇ સ્ક્રીનશોટ લીધો હોય અને ત્યારે જ તમારી મમ્મી કોઇ વાત કરવા માટે તમારો ફોન માંગે છે તો શું મમ્મી સ્ક્રીનશોટ જોઇ ના લે તેની ચિંતા તો તમને હશે જ ?

બસ એટલા માટે જ તમને Alt Z Life ની જરૂર છે, જેના પરથી તમે કોઇપણ ચિંતા વગર ફ્રી રહી શકો છો ! આ એ સુવિધા છે, જે પ્રાઇવેટ વાતોને હંમેશા પ્રાઇવેટ બનાવી રાખે છે અને તમારા સિવાય કોઇને પણ તેની ખબર પડતી નથી.

Samsung Galaxy A51 અને A71 સ્માર્ટફોનની સાથે Alt Z Life સેટ કરો. Samsung હંમેશા તમારી પ્રીમિયમ ડિઝાઇન અને કટિંગ-એઝ ફીચર્સ માટે જાણીતું છે અને આજે ફરીથી Samsung આ બે સ્માર્ટફોનને લઇ આવ્યું છે.

Alt Z Life શ્રેષ્ઠ ઓપ્શન

શું આપણી બધાની સાથે એવું નથી બન્યું કે આપણે આપણો ફોન ના આપવાનું બહાનું બનાવવું પડ્યું હોય ? એવામાં આપણને મિત્રો અને પરિવારની સાથે આપણે ફોન શેર કરવો જ પડે છે અને આપણને એક જ ચિંતા સતાવતી રહે છે કે કયાંક કોઇ આપણા પ્રાઇવેટ ફોટો જોઇ ના લે. 

આથી જ Samsung એ ક્વિક સ્વિચ અને ઇન્ટેલિજન્ટ કન્ટેન્ટ સજેશન્સ જેવા કે કેટલીક ઇન્ડસ્ટ્રીઝના સૌથી પહેલાં પ્રાઇવસી ફીચર્સને સામેલ કર્યા છે. ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલની બ્રાન્ડ તરીકે આ ફીચર્સ તમને કોઇની સાથે તમારા સ્માર્ટફોન શેર કરવા સરળ બનાવે છે.  

દાખલા તરીકે ક્વિક સ્વિચ ફીચર્સથી તમે માત્ર પાવર બટનને ડબલ ક્લિક કરીને ફોટો ગેલેરી, બ્રાઉઝર અને વ્હોટસએપ જેવી એપ્સના પબ્લિક વર્ઝનને તરત જ પ્રાઇવેટ વર્ઝનમાં સ્વિચ કરી શકો છો. વિચારો કે તમે તમારા મિત્રને એક ફોટો દેખાડી રહ્યા છો અને ત્યારે તમારા બોસ આવી જાય છે અને તમે તમારા બોસને એ ફોટો દેખાડવા માંગતા નથી. તો તમે શું કરશો ?

અભિનેત્રી રાધિકા મદાનનું ઉદાહરણ લો, રાધિકા ખુદ આવી જ સ્થિતિમાં છે. શું તમે વિચારી શકો છો કે આગળ શું થશે. તે ક્વિક સ્વિચ ફીચરનો ઉપયોગ કરે છે અને તેના બોસને કંઇ ખબર પડતી નથી.

આ વીડિયોમાં બતાવ્યું છે કે Galaxy A51 કે A71 સ્માર્ટફોનમાં તમે આ ફીચર કેવી રીતે એક્વિટ કરી શકો છો.

બીજીબાજુ ઇન્ટેલિજન્ટ કન્ટેન્ટ સજેશન્સ ફીચર્સ એક ‘ઓન ડિવાઇસ AI’ ફીચર, ગેલેરીના ફોટોઝને પ્રાઇવેટ સુરક્ષિત રાખવાનું સૂચન કરે છે. જે લોકોને ફોટોઝ દેખાડવા માંગો છો બસ તેનો ચહેરો કે ઇમેજ સિલેકટ કરીને તમારા ફોટોઝને પ્રાઇવેટ રાખવાની આ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે. આ વીડિયો દ્વારા આ ફીચરને એક્ટિવ કરતાં શીખો.

નવીનતમ ફ્લેગશિપ ફીચર્સ

જ્યારે પણ ફોટો લેવાની વાત આવે છે તો Samsung  હંમેશા શ્રેષ્ઠ જ પરિણામ આપે છે. બંને ફોનમાં ક્વાડ-કેમેરા મોડ્યુલ અને ફ્લેગશિપ ફીચર્સ છે. જેમકે સિંગલ ટેક ફીચરથી તમે 7 ફોટોઝ અને 3 વીડિયોથી બનાવી શકે છે. ઘણું બધું થઇ શકે છે: તમે સ્ટાઇલિશ ઇમેજ, એક શોર્ટ મુવી, GIF અને ઘણું બધું થઇ શકતું હતું ! અને વધુ અંદાજ લગાવો ? તમે એક આલ્બમમાં આ તમામ રાખશો. તમારે બસ એક ક્લિક કરવાની જરૂર છે અને ફોન એનું કામ જાતે જ કરશે.

આવી જ રીતે નાઇટ હાઇપરલેપ્સ પણ છે તેનાથી તમે ઓછી રોશનીમાં પણ વધુ હાઇપરલેપ્સ વીડિયો બનાવી શકો છો. આ ફોનની સાથે તમે મજા કરતા કોઇ રોકી શકશે નહીં.

જો તમે વિચારો છો કે બસ આટલું જ છે તો હજુ ક્વિક વીડિયો બાકી છે. હવે જ્યારે તમારી પાસે વધુ સમય નથી તો તમારા વીડિયો કેપ્ચર કરવા માટે વધુ રાહ જોવાની જરૂર નથી. બસ કેમેરા બટનનો લોન્ગ પ્રેસ કરીને ઝટથી એ ખાસ પળને રેકોર્ડ કરી શકો છો!

શું ફ્રન્ટ કેમેરાનો ઉપયોગ કરીને એક ફ્રેમમાં એકથી વધુ વ્યક્તિઓને શૂટ કરી રહ્યા છો ? કોઇ મુશ્કેલ વાત નથી, સ્માર્ટ સેલ્ફી એંગલ ફીચર તમને વાઇડ-એંગલ મોડ પર લઇ જશે, તેનાથી તમે દર વખતે શ્રેષ્ઠ સેલ્ફી લઇ શકશો.

તો કસ્ટમ ફિલ્ટરથી તમે ફોટોઝમાં તમારા મતે ફેરફાર કરી શકો છો. બ્લર ઇફેક્ટની સાથે બેકગ્રાઉન્ડને મોડિફાઇ કરીને કે રંગ બદલીને તેની મજા લઇ શકો છો. Galaxy A51માં એક સ્વિચ કેમેરા વાઇલ રેકોર્ડિંગ* ફીચર પણ હોય છે, તેનાથી તમે કંઇપણ રેકોર્ડિંગ કરતા સમયે ફ્રન્ટ કેમેરાથી રિયર કેમેરા પર સ્વિચ કરી શકે છે. હવે કહો છે ને શ્રેષ્ઠ?

અંતમાં, એઆઇ ગેલેરી ઝૂમથી તમે લો-રિઝોલ્યુશન ગુણવત્તાવાળી ઇમેજમાં સુધારો કરી શકે છે. હવે કેમેરાની વાત કરીએ, Galaxy A51માં છે – 48 મેગાપિક્સલ પ્રાઇમરી સેંસર, 12-મેગાપિક્સલ વાઇડ-એંગલ કેમેરા, 5-મેગાપિક્સલ ડેપ્થ સેંસર અને 5-મેગાપિક્સલ મેક્રો કેમેરા. તેમાં ફ્રન્ટમાં 32- મેગાપિક્સલ સેલ્ફી કેમેરા પણ છે.

જ્યારે Galaxy A71માં પ્રાઇમરી 64- મેગાપિક્સલ લેન્સ, 12- મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ લેંસ (123 ડિગ્રી ફીલ્ડ વ્યૂની સાથે), 5- મેગાપિક્સલ મેક્રો કેમેરા અને રિયર પર 5-મેગાપિક્સલ ડેપ્થ સેંસર અને ફ્રન્ટમાં સિંગલ 32-મેગાપિક્સલ સેલ્ફી શૂટર.

* માત્ર Galaxy A51 પર જ ઉપલબ્ધ

અન્ય સુરક્ષા માટે Samsung Knox 

પ્રાઇવસી જરૂરી છે પરંતુ સાથો સાથ સુરક્ષા પણ જરૂરી છે. આથી Samsung આપે છે તેના મલ્ટી-લેયર્ડ ડિફેન્સ-ગ્રેડ સિક્યોરિટી પ્લેટફોર્મની સાથે એડિશનલ સિક્યુરિટી, જેનું નામ છે – Knox. આ સ્માર્ટફોનની હાર્ડવેર અને સોફટવેર ચિપ બંનેમાં લગાવાય છે. Knox તમારા ફોનની ગુપ્ત ફાઇલ, Samsung Pay લેવડદેવડ, પાસવર્ડ, પિક્ચર્સ, વીડિયોઝ, અને ફોનની બેટરી સહિત ડેટાને અલગ, એન્ક્રિપ્ટ અને સુરક્ષિત રાખે છે.

આ સિવાય બીજું શું?

બંને ફોન બિલકુલ અલગ છે. એટલે સુધી કે 7.7 mm નો Galaxy A71 તો પોતાના જેવા ફોનોમાં પંચ હોલ કેમેરાવાળા સૌથી સ્લિમ ફોન છે!

અંતમાં બંને સ્માર્ટફોન ચાર આકર્ષિત રંગોમાં ઉપલબ્ધ છે – પ્રિસમ ક્રશ વ્હાઇટ, પ્રિસમ ક્રિશ બ્લેક, પ્રિસમ ક્રશ બ્લૂ, અને હેઝ ક્રશ સિલ્વર.  Galaxy A51 અને Galaxy A71 રિટેલ સ્ટોર્સ, Samsung.com, અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પરથી ખરીદી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન