samsung galaxy a60 and galaxy a40s launch know price and specifications
  • Home
  • Technology
  • સેમસંગે દમદાર બેટરી અને ટ્રિપલ રિયર કેમેરા સાથે લોન્ચ કર્યો આ સ્માર્ટફોન, જાણો કિંમત

સેમસંગે દમદાર બેટરી અને ટ્રિપલ રિયર કેમેરા સાથે લોન્ચ કર્યો આ સ્માર્ટફોન, જાણો કિંમત

 | 4:19 pm IST

દક્ષિણ કોરિયાની કંપની સેમસંગે ચાઇનામાં Galaxy A60 અને Galaxy A40s સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. અગાઉ, કંપનીએ વૈશ્વિક બજારમાં Galaxy A80 અને Galaxy A70 સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. Samsung Galaxy A60ની વાત કરવામાં આવે તો તે Infinity-O ડિસ્પ્લે સાથે રજૂ કરવામાં આવ્યો છે. તેમાં પંચ-હોલ ડિઝાઇન છે. તેમજ Galaxy A40sમાં Infinity-U ડિસ્પ્લે આપવામાં આવી છે. આ બંને ફોન ટ્રીપલ રીઅર કેમેરા સાથે આવે છે. તેમજ તે Samsung Payને પણ સપોર્ટ કરે છે.

Samsung Galaxy A60 અને Galaxy A40sની કિંમત:
Galaxy A60ની ચીનમાં કિંમત 1999 યુઆન એટલે કે લગભગ 20,700 રૂપિયા છે. આ તેના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત છે. તેમજ Galaxy A40sના 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1499 ચીની યુઆન એટલે કે 15,600 રૂપિયા છે. આ ફોન ક્યારે ઉપલબ્ધ કરાશે તેના વિશે હાલમાં કોઈ માહિતી નથી.

Galaxy A60માં 6.3-ઇંચ ઇન્ફિનિટી-ઓ ડિસ્પ્લે છે. તેનો સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 91.8 ટકા છે. આ ફોન સ્નેપડ્રેગન 675 પ્રોસેસર અને 6 જીબી રેમ સાથે સજ્જ છે. તેમાં 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ ફોનમાં એક ટ્રીપલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 32 મેગાપિક્સલનું પ્રાથમિક સેન્સર છે. બીજી સેન્સર 8 મેગાપિક્સલનું છે. તેમ જ ત્રીજી 5 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર છે. ફોનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ છે. ફોનની પાછળની પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હાજર છે. ફોનને પાવર આપવા માટે, 4500 એમએએચની બેટરી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન