Samsungના આ બે ફોનની કિંમતમાં થયો ધરખમ ઘટાડો - Sandesh
  • Home
  • Technology
  • Samsungના આ બે ફોનની કિંમતમાં થયો ધરખમ ઘટાડો

Samsungના આ બે ફોનની કિંમતમાં થયો ધરખમ ઘટાડો

 | 4:05 pm IST

ભારતમાં સેમસંગ ગેલેક્ષી A7 અને ગેલેક્ષી A5ની કિંમતમાં કંપની દ્વારા ધરખમ ઘટાડો કરાયો છે. કંપની દ્વારા આજે A-Series ફોન્સની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરાઈ હતી. ભાવમાં ઘટાડા બાદ હવે Samsung Galaxy A5 (2017)ની પહેલાની કિંમત રૂ. 26,900 હતી જે ઘટીને રૂ. 22,900માં બજારમાં ઉપલબ્ધ થશે. જ્યારે સેમસંગ ગેલેક્ષી A7 (2017)ની કિંમત રૂ. 30,900થી ઘટાડીને રૂ. 25,900 કરવામાં આવી છે. ભારતમાં ફેસ્ટિવલ સીઝનને ધ્યાનમાં રાખતા કંપની દ્વારા આ ઘટાડાની જાહેરાત કરવામા આવી છે.

Galaxy A7 (2017) અને Galaxy A5 (2017)ની મુખ્ય ખાસિયતોમાં Galaxy S7 સ્ટાઈલ ડિઝાઈન, લો-લાઈટ ઓપ્ટિમાઈઝેશન કેમેરા, ડસ્ટ અને વોટર રેસિસ્ટન્સ માટે IP68 રેટિંગ વગેરે જેવા ઘણાં ફીચર્સનો સમાવેશ થાય છે.

દેખાવમાં બન્ને સ્માર્ટફોન્સ લગભગ એક જેવા જ છે. આ બન્ને વચ્ચેનો મુખ્ય ફરક છે તેમની સ્ક્રિન સાઈઝ, બેટરી કેપેસિટી અને વજન. Samsung Galaxy A5 (2017)માં 5.2 ઈંચની ફૂલ HD સ્ક્રિન વીથ સુપર એમોલેડ ડિસપ્લે છે જ્યારે તેનો વજન માત્ર 157 ગ્રામ જ છે. આ સિવાય આ ફોનમાં 3000mAhની બેટરી પણ આવશે. બીજી તરફ Samsung Galaxy A7 (2017)માં 5.7 ઈંચ ફૂલ HD સ્ક્રિન વીથ સુપર એમોલેડ ડિસપ્લે છે જ્યારે તેનો વજન માત્ર 186 ગ્રામ છે. આ સિવાય આ ફોનમાં 3600mAhની બેટરી પણ આવશે. આ સિવાય બન્ને ફોનમાં ઈનબિલ્ટ સ્ટોરેજ 32 GB જેટલું જ છે અને expandable સ્ટોરેજક્ષમતા 256GB છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન