સેમસંગ ગેલેક્સી J4 ભારતમાં લૉંચ, જાણો તેના દમદાર ફીચર્સ - Sandesh
  • Home
  • Technology
  • સેમસંગ ગેલેક્સી J4 ભારતમાં લૉંચ, જાણો તેના દમદાર ફીચર્સ

સેમસંગ ગેલેક્સી J4 ભારતમાં લૉંચ, જાણો તેના દમદાર ફીચર્સ

 | 4:12 pm IST

સેમસંગે પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન ગેલેક્સી જે4 ભારતમાં લૉંચ કરી દીધો છે. ફોનને સેમસંગના મેક ફૉર ઈંડિયા હેઠળ બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, સેમસંગ ગેલેક્સી જે4ને સૌથી પહેલા પાકિસ્તાન અને યૂક્રેનમાં લિસ્ટ કરવામાં આવ્યો હતો. હવે સેમસંગે ગેલેક્સી જે4ને ભારતમાં 2જીબી રેમ/16 જીબી સ્ટોરેજ અને 3 જીબી રેમ/32 જીબી સ્ટોરેજ વેરિયન્ટમાં લૉંચ કરવામાં આવ્યો છે. તેમાં એડપ્ટિવ વાઈ-ફાઈ, એડવાસ્ડ મેમરી મેનેજમેન્ટ, એપ પેયર અને સેમસંગ મૉલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હાલમાં સેમસંગ ગેલેક્સી જે6 અને ગેલેક્સી એ6 સીરિઝને પણ ભારતમાં લૉંચ કરવામાં આવ્યું છે.

સેમસંગ ગેલેક્સી જે4ની ભારતમા કિંમત
સેમસંગ ગેલેક્સી જે4 ના 2 જીબી રેમ/16 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ વેરિયન્ટની કિંમત ભારતમાં 9,990 રૂપિયા છે. જ્યારે 3 જીબી રેમ/32 જીબી સ્ટોરેજ વેરિયન્ટ 11,990 રૂપિયામાં મળી રહ્યો છે.

સેમસંગ ગેલેક્સી જે4 સ્પેસિફિકેશન્સ
સેમસંગ ગેલેક્સી જે4માં 5.5 ઈંચ એચડી (720×1280 pixels) સુપર એમોલેડ ડિસ્પ્લે છે જેને આસ્પેક્ટ રેશિયો 16.9 છે. ફોનમાં ક્વાડ-કોર એક્સીનૉસ 7570 પ્રોસેસર અને 2/3જીબી રેમ છે. સ્માર્ટફોનમાં 16/32 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ છે, જેણે માઈક્રોએસડી કાર્ડની મદદથી 256 જીબી સુધી વધારી શકાય છે.

સ્માર્ટફોનમાં એલઈડી ફ્લેશની સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરા સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં એલઈડી ફ્લેશની સાથે 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં પાવરની વાત કરીએ તો 3000 એમએએચની બેટરી આપવામાં આવી છે, જેને 20 કલાક સુધી ચાલવાનો દાવો કરવામાં આવ્યો છે.

ફોન ડ્યૂઅલ સિમ સપૉર્ટ કરે છે અને એન્ડ્રોઈન્ડ ઓરિયા પર ચાલે છે. જેણા ઉપર સેમસંગ એક્સપીરિયન્સ સ્ક્રિન મળશે. કનેક્ટિવિટી માટે સેમસંગ ગેલેક્સી જે4માં 4જી એલટીઈ, વાઈફાઈ 802.11 બી/જી/એન, બ્લૂટૂથ 4.2, જીપીએસ/એ-જીપીએસ, 3.5 એમએમ હેડફોન જેક અને માઈક્રો-યૂએસબી પોર્ટ આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનના ડાઈમેંશન 151.7×77.2×8.1 મિલીમીટર અને વજન 175 ગ્રામ છે.