samsung-galaxy-j8-galaxy-j4-price-cut-in-india
  • Home
  • Technology
  • સેમસંગે તેના બે સ્માર્ટફોનની કિંમત ઘટાડી, જાણો નવી કિંમત

સેમસંગે તેના બે સ્માર્ટફોનની કિંમત ઘટાડી, જાણો નવી કિંમત

 | 3:12 pm IST

સેમસંગે તેના બે સ્માર્ટફોનની કિંમત ઘટાડી છે. આ સ્માર્ટફોન Galaxy J8 અને Galaxy J4 છે. Galaxy J8ને 17,990માં ખરીદી શકાશે.Galaxy J4 2GB/16GBને 8,990માં ખરીદી શકાશે.Galaxy J8ને ભારતમાં 18,990ની કિંમતે લૉન્ચ કરવામાં આવ્યો હતો. Galaxy J4ને 9,990માં લૉન્ચ કરાયો હતો.

Galaxy J4માં ફોટોગ્રાફી માટે 13 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે જેમાં ફુલ એચડી રેકોર્ડીગ કરી શકાય છે. સેલ્ફીમાટે તેમાં ખાસ એલઇડી ફ્લેશ સાથે 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. તેની બેટરી 3,000mAhની છે કંપનીએ દાવો કર્યો છે કે તે 20 કલાક બેકઅપ આપી શકે છે.

સેમસંગ અનુસાર આ સ્માર્ટફોન મેક ઈન ઈન્ડીયા અંતર્ગત બનાવ્યો છે. આ ફોનની ખાસિયત તેમાં રહેલી એડવાન્સ મેમરી મેનેજમેન્ટ છે, જેનાથી સોશિયલ મીડિયા પરના વીડિયો તેમજ ઈમેજ ડાયરેક્ટ મેમરી કાર્ડમાં ટ્રાન્સફર કરી દે છે. આ સાથે આ ડિવાઈસ સોશિયલ મીડિયા મેસેન્જર પર મળેલા એક સરખા ફોટાઓને ડીલીટ કરે છે.

Galaxy J8માં ડ્યૂઅલ સીમ સપોર્ટ તેમજ એન્ડ્રોઈડ 8.0 ઓરિયો બેસ્ડ પર ચાલે છે. તેમાં 18.5:9નો રેશ્યો 6 ઈંચની ફૂલ એચડી સુપર AMOLED ઈનફિનિટી ડિસ્પ્લે આપવામાં આવ્યુ છે.4GB રેમ સાથે ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 450 પ્રોસેસર છે. તેની ઈન્ટરનલ મેમરી 64GB છે.કાર્ડની મદદથી 256GB વધારી શકાય છે.